રાજકોટમાં પરિણીતાએ ગળે ફાંસો ખાતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

રાજકોટમાં પરિણીતાએ ગળે ફાંસો ખાતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
પ્રતિકાત્મક તસવીર

ઘર કંકાસના કારણે આ પ્રકારનું આત્મઘાતી પગલું ભરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે

  • Share this:
રાજકોટ : રાજકોટમાં કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હડાળા ગામના પાટિયા પાસે રહેતી એક પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. પરિવારજનોને જાણ થતાં પરિવારજનો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી. 108થી મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

બનાવ અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને જરૂરી પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મળેલી માહિતી પ્રમાણે સુનિતા બેનના લગ્ન દસ વર્ષ પૂર્વે અજય ભાઈ સોલંકી નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં તેમને બે પુત્ર અને પુત્રી છે. સુમિતાબેન પોતે સાસુ-સસરા સહિત સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ત્યારે ઘર કંકાસના કારણે આ પ્રકારનું આત્મઘાતી પગલું ભરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ પણ વાંચો - Tauktae Cyclone: વાવાઝોડાના પગલે એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેશે

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં બે દિવસ પૂર્વે આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો. જે અંતર્ગત મવડી વિસ્તારમાં આવેલા શ્રીનાથજી પાર્ક શેરી નંબર ત્રણ માં રહેતી ભારતીબેન ગોહિલ નામની પરિણીતાએ ઝેરી પાવડર ખાઈ લેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે પરિણીતાનું નિવેદન પણ નોંધ્યું હતું. પરિણીતાએ પોલીસને જણાવ્યું છે કે, તેણે મોબાઈલ પબજી ગેમ રમતા તેના પતિને બે વખત બોલાવ્યો હતો તેમ છતાં તે ધ્યાન ન દેતાં તેમણે આ પ્રકારનું આત્મઘાતી પગલું ભર્યું હતું.
Published by:Ashish Goyal
First published:May 18, 2021, 18:34 pm

ટૉપ ન્યૂઝ