જામનગર: પ્રેમિકાનું લગ્ન ન થાય તે માટે બોયફ્રેન્ડે મંગેતરનું જ કર્યું અપહરણ, છોડાવવા માટે માંગ્યા 50 હજાર

પ્રતિકાત્મક તસવીર

Jamnagar News: પોલીસે આરોપીના ફોનના લોકેશનની મદદથી તેમને શોધી કાઢ્યા હતા

  • Share this:
જામનગર: જામજોધપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોયફ્રેન્ડે લગ્ન તોડાવવા માટે મહિલાના  મંગેતરનું  (Fiance kidnapped) જ અપહરણ કર્યુ હતું. તેણે પ્રેમિકાના લગ્ન તોડાવવા માટે મજબૂર કરીને તેને છોડાવવા માટે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. જોકે, આરોપી બોયફ્રેન્ડની (Boyfriend) આ યોજના કામ ન કરી અને તે પોલીસની જાળમાં ફસાઇ ગયો હતો. જામનગરના (Jamnagar) જામ જોધપુરના વતની અને મોરબી સિરામિક ફેક્ટરીમાં કામ કરતા હેમેન પરસાણીયાની થોડા મહિના પહેલા તુલસી નામની યુવતી સાથે સગાઇ થઇ હતી. જે એક સાહિલ સંધી નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી.

છરીની અણીએ કર્યુ અપહરણ

ગુરૂવારે બપોરે સાહિલ અને તેના સહયોગી જાવેદે છરીની અણીએ હેમેનનું અપહરણ કર્યુ હતું. બાદમાં બંનેએ પરસાણીયા પરિવારને ફોન કરીને બોલાવ્યા અને હેમેનને છોડવા માટે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. પરસાણીયા પરિવારે હેમેનને બચાવવા પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે મંગેતરને હેમખેમ છોડાવ્યો

પોલીસે આરોપીના ફોનના લોકેશનની મદદથી તેમને શોધી કાઢ્યા હતા અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પ્રકાશિત એક અહેવાલ મુજબ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હેમેન પરસાણીયાને હેમખેમ છોડાવ્યો હતો. હકીકતમાં આરોપી સાહિલ પોતાની પ્રેમિકા તુલસીની અન્ય જગ્યાએ સગાઇ થતા તેના સંબંધથી નારાજ હતો. તેણે આ સગાઇ તોડાવવા માટે હેમેન પરસાણીયાનું અપહરણ કર્યું હતું. પરંતુ તેની આ યોજના ખરાબ રીતે નિષ્ફળ નીવડી અને પોલીસે તેના પર અપહરણ, અતિક્રમણ અને ખંડણી અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાએ પતિ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ

અન્ય એક કિસ્સામાં 45 વર્ષિય મહિલાએ તેના 48 વર્ષિય પતિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે, જેમાં તેણે અકુદરતી સેક્સ અને ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી ફરીયાદી મહિલા એક ખાનગી કંપનીમાં કામ કરે છે, જ્યારે તેનો પતિ એક આઇટી કંપની ચલાવે છે. મહિલાએ પોલીસ ફરીયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન પછી તરત જ તેના પતિએ તેના પર નાની અને સામાન્ય વાતો પર તેના પર મારઝૂડ કરવાનું શરૂ કર્યુ હતુ. પતિ તેણીને અકુદરતી સેક્સ કરવા દબાણ કરતો હતો અને જો મહિલા કોઇ વાંધો ઉઠાવે તો તેને માર મારતો હતો.

આ પણ વાંચો - ગીર: 10 વર્ષના બાળકે શિકાર બનાવવા જતા 14 ફૂટના અજગરને માર્યો માર, હિંમતભેર બચાવ્યો જીવ

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી પતિએ તેની પત્નીને અશ્લીલ ફિલ્મોના પ્રભાવમાં આવીને અકુદરતી સેક્સ કરવા માટે દબાણ કર્યુ હતું. મહિલાની ફરીયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 377(અકુદરતી સેક્સ) અને ઘરેલું હિંસાના કાયદા સંબંધિત જોગવાઇઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published: