કચ્છમાં વરસાદ શરૂ, સાંજ સુધીમાં 'વાયુ' ટકરાવવાની સંભાવના

News18 Gujarati
Updated: June 17, 2019, 12:50 PM IST
કચ્છમાં વરસાદ શરૂ, સાંજ સુધીમાં 'વાયુ' ટકરાવવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં સોમવારે સાંજ સુધી વાયુ પસાર થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં સોમવારે સાંજ સુધી વાયુ પસાર થશે.

  • Share this:
મેહુલ સોલંકી, કચ્છ : ઓમાન તરફાથી કચ્છમાં પરત ફરેલા વાયુ વાવાઝોડાના કારણે રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ થઇ ગયું છે. કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજ સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. ગઇકાલે કચ્છભરમાં પવન સાથે ધુળની ડમરીઓ ઉડતા વાતાવરણ ડોહળાયુ હતુ. આગામી 48 કલાકમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં સોમવારે સાંજ સુધી વાયુ પસાર થશે. સોમવારે સાંજ સુધીમાં વાયુ લખપત અને માંડવી વચ્ચે ટકરાઈ શકે છે. હાલ સંભવિત વાવાઝોડાના પગલે મુંદ્રા અને માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે.

આજે હવામાન વિભાગે ટ્વિટ કરીને સવારની વાયુની સ્થિતિ દર્શાવી છે.

તંત્ર સજ્જવાયુની સંભવિત અસરથી બચવા માટે કચ્છમાં સરકાર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. કચ્છ તંત્ર દ્વારા રેસ્ક્યુ તેમજ રાહત અને બચાવ કામગીરી માટે NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં હાલમાં દરિયામાં વાયુના કારણે ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. કચ્છના કલેક્ટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં કચ્છમાં માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા આ બાબતે કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ‘વાયુ’એ રોકી ચોમાસાની ગતી, 2-3 દિવસમાં આગળ વધવાની સંભાવના

જુઓ : VIDEO: 'વાયુ' ઇફેક્ટ : ગોમતીઘાટ પર ઉછાળ્યા 4થી 5 ફૂટ ઊંચા મોજા

ધૂળની ડમરીઓ સાથે પવનની ગતિ વધી હતી

કચ્છમાં વાયુ વાવાઝોડાની અસરના પગલે બે દિવસ એટલે 17 અને 18મી તારીખે વાવાઝોડાની સાથે વરસાદનો પણ ખતરો છે. છેલ્લા એકાદ સપ્તાહાથી કચ્છમાં વરસાદની જગ્યાએ વાદળછાયુ વાતાવરણ અનુભવાઈ રહ્યો છે તો ગઇકાલ સવારથી ધૂળની ડમરીઓ ઉડી હતી. પવનની ગતિમાં પણ ઝડપ જોવા મળી હતી. પવનની ગતિના કારણે ધૂળના રજકણો ઉડવા લાગતા વાતાવરણ ડહોળાયુ હતુ. લોકોને ઘરની બહાર નિકળવુ મુશ્કેલ પડયુ હતુ તો બીજીતરફ વાહન ચાલકોને પણ મુશ્કેલી થઇ રહી છે.

 
First published: June 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading