વિવાદ બાદ મોરારિબાપુએ કહ્યું- 'ક્ષમા માગવી એક કાયરનું કામ નથી'

જામનગરમાં આયોજીત કથામાં મોરારિબાપુએ કહ્યું કે કોઈ ઘટનાને ટાંકતા નહિ પણ કોઈનું દિલ દુભાયું હોય તો ક્ષમા માંગવી એ વીરતા છે.

જામનગરમાં આયોજીત કથામાં મોરારિબાપુએ કહ્યું કે કોઈ ઘટનાને ટાંકતા નહિ પણ કોઈનું દિલ દુભાયું હોય તો ક્ષમા માંગવી એ વીરતા છે.

 • Share this:
  રવિ બુદ્ધદેવ, જામનગરઃ નીલકંઠ પર નિવેદનને લઇને શરૂ થયેલા વિવાદ બાદ ફરી એકવાર મોરારિબાપુએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. જામનગરમાં માનસ ક્ષમા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ઉપસ્થિત રહેલા મોરારિ બાપુએ સ્વામીનારાયણ પંથના લોકોની લાગણી દૂભાઇ તેવા નીલકંઠ નિવેદન પર વાત કરતા કહ્યું કે ક્ષમા માગવી એક કાયરનું કામ નથી.

  શું કહ્યું મોરારિ બાપુએ ?

  જામનગરમાં આયોજીત કથામાં મોરારિબાપુએ કહ્યું કે કોઈ ઘટનાને ટાંકતા નહિ પણ કોઈનું દિલ દુભાયું હોય તો ક્ષમા માંગવી એ વીરતા છે અને વીર જ ક્ષમા માંગી શકે ક્ષમા આપવી એ વીરોનું લક્ષણ છે અને ક્ષમા માંગવી એ કાયરનું કામ નથી. વિવાદ બાદ મોરારિ બાપુના આશ્ચર્યજનક નિવેદનથી ફરી એકવાર કૂતુહલતા ઉભી થઇ છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ અમદાવાદ : રાત્રે મંદિરના ઓટલે રડતી હતી કિશોરી, કારણ જાણી તમામ ચોંક્યા!

  મોરારિ બાપુ માફી માગે તેવી હરિભક્તોની માગ

  મોરારિ બાપુનાં નિલકંઠવર્ણી શબ્દ પર ટિપ્પણી અંગેનો વિવાદ હજુ શમ્યો નથી. મોરારિ બાપુને હરિભક્તો પત્ર લખી માફી માંગે તે માટે એક ટપાલ અભિયાન શરુ કરવાનો મેસેજ વોટ્સઅપ પર વાયરલ થયો હતો. જેમાં વડતાલ ગાદી, કાલુપુર ગાદી, BAPS સંસ્થા, ભુજ મંદિર, સોખડા સંસ્થા, મણિનગર સંસ્થા, કુમકુમ સંસ્થા ઉપરાંત નામી-અનામી તમામ સંસ્થાઓને આહ્વવાન કરવામાં આવ્યું છે કે, તેઓ મોરારી બાપુને ભાવનગરના સરનામા પર પત્ર લખે અને જણાવે કે, મોરારી બાપુએ સ્વામિનારાયણ ભગવાનની નામ જોગ માફી માંગવી જોઈએ. આ અંગે કુમકુમ સ્વામિનારાયણ સંસ્થાના સંત પ્રેમવત્સલ દાસજી દ્રારા પત્ર વ્યવહાર શરુ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

  શું છે વિવાદ ?

  જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરીવાર વિવાદમાં સપડાયા. તેમણે એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.
  Published by:Sanjay Vaghela
  First published: