માયાભાઇ આહીરના પુત્રના લગ્ન, બળદગાડામાં ગઇ જાન, ન વગાડ્યું DJ

News18 Gujarati
Updated: February 15, 2019, 8:35 PM IST
માયાભાઇ આહીરના પુત્રના લગ્ન, બળદગાડામાં ગઇ જાન, ન વગાડ્યું DJ
માયાભાઇ આહીરના પુત્રના લગ્નમાં 50 જેટલા બળદગાડા, 30 જેટલા ઘોડાઓ હતા.

માયાભાઇ આહીરના પુત્રના લગ્નમાં 50 જેટલા બળદગાડા, 30 જેટલા ઘોડાઓ હતા.

  • Share this:
જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દિકરાના લગ્ન લેવાયા હતા. માયાભાઇના પુત્રની જાન મૂળ વતન બોરડાથી નજીકના કુંડવીગામે ગઇ હતી, તો જાન જુના રીત રિવાજ મુજબ બળદ ગાડા અને ઘોડાના રસાલા સાથે લઈ જવામાં આવી હતી. દેશમાં આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને જાનમાં ડીજે તથા સંગીત વગાડવામાં આવ્યું ન હતું.

માયાભાઇ આહીરના પુત્રના લગ્નમાં 50 જેટલા બળદગાડા, 30 જેટલા ઘોડાઓ હતા. અનોખી જાન જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા, તો મોરારીબાપુ પણ લગ્ન સમારોહમાં જોડાયા હતા, મોરારી બાપુ વરરાજાની સાથે બળદગાડામાં બેસી જાનૈયા તરીકે જોડાયા હતા. સાથે માયાભાઇ આહીર પણ બળદગાડામાં જોડાયા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ Pulawama Terror Attack પર ભારતીય ક્રિકેટર્સ ગુસ્સામાં, આવી રીતે ઠાલવ્યો રોષ

લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર ભરતના લગ્ન યોજાયા હતા. તળાજાના બોરડાથી નજીક કુંડવી ગામે જાન જવાની હતી. વાજતે ગાજતે શણગારેલા બળદ ગાડા, ઘોડાઓ સાથે જુના જમાનાની યાદો તાજી થાય તે રીતે જાન લઈ જવાની હતી. પરંતુ આતંકી હુમલાને કારણે માયાભાઈ આહીર એ જાનમાં આવેલ ડી જે સંગીત દીકરા ની જાન માં ન વગાડવાનો નિર્ણય લીધો હતો.
First published: February 15, 2019, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading