Home /News /gujarat /

રાજકોટ : એક તરફ નર્મદાના પાણીથી ડેમો ભરવાની વાત બીજી તરફ એક મહિનામાં 9 વખત પાણીકાપ

રાજકોટ : એક તરફ નર્મદાના પાણીથી ડેમો ભરવાની વાત બીજી તરફ એક મહિનામાં 9 વખત પાણીકાપ

પ્રતિકાત્મક તસવીર

આ મહીનામાં 9 મી વખત પાણીકાપ જાહેર કરતા લોકોમાં કચવાટ ફેલાયો

રાજકોટ : રાજકોટમાં આવતીકાલે અને રવિવારે અલગ અલગ વિસ્તારોમાં પાણીકાપ મુકાયો છે. શહેરના રેલનગર, બજરંગવાડી, માયાણીનગર, નવરંગપરા, મવડી પ્લોટ, નહેરૂનગર, માયાણી આવાસ, ઉદયનગર તેમજ પૂર્ણીમા સોસાયટી, લક્ષ્મીનગર વિસ્તારોમાં પાણીકાપ મુકાયો છે. અગાઉ પણ 8 વખત અલગ અલગ કામગીરી કરવાને કારણે પાણીકાપ મુકવામાં આવ્યો હતો. લોકોના મત મુજબ શાસકોએ રોજ પાણી આપવાનું વચન આપી ચૂંટણી જીતી લીધી પરંતુ ચૂંટણી પૂર્ણ થયાના બીજા જ દિવસથી શહેરીજનો પર વિવિધ બહાના તળે પાણીકાપ ઝીંકવાનો શરૂ કરી દીધો છે અને આ મહીનામાં 9 મી વખત પાણીકાપ જાહેર કરતા લોકોમાં કચવાટ ફેલાયો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની વોટર વર્કસ શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન અંતર્ગત ન્યારી-1 થી રૈયાધાર આવતી એકસપ્રેસ લાઇનમાં રીપેરીંગ હોવાથી 20 માર્ચના રોજ રેલનગર તથા બજરંગ વાડી, પમ્પિંગ સ્ટેશન આધારીત વિસ્તારો વોર્ડ નં. 2 તથા 3 તેમજ 21 માર્ચના રોજ ચંદ્રેશનગર આધારીત વિસ્તારો જેમાં વોર્ડ નં. 8 પાર્ટ, 11 પાર્ટ 13 પાર્ટ રોજ પાણી વિતરણ બંધ રહેશે.

આ પણ વાંચો - વલસાડ : ધરમપુરની એક કોલેજના ટ્રેનર અને વિદ્યાર્થિની પ્રેમ કહાનીનો કરુણ અંત

અત્રે નોંધનીય છે કે, મ.ન.પા. દ્વારા 23 ફેબ્રુઆરી તથા 2,6, 8,12,13,14 માર્ચના વિવિધ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. બીજી તરફ વોર્ડ નં. 2ના મોચીનગર-1, પવન પાર્ક, વાંકાનેર, કોપર સીટી, વસુંધરા સોસાયટી, બજરંગ વાડી, અવંતિકા પાર્ક, મોચીનગર-2, ભોમેશ્વર પ્લોટસ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.વોર્ડ નં. 3ના જામનગર રોડ, આઇઓસીએલ ડેપો, રેલવે કોલોની, વાલ્મિકી વાડી, સ્લમ કવાર્ટસ, પોપટપરા, સેન્ટ્રલ જેલ, સંતોષીનગર મફતીયાપરા, રેલનગર 1-2, સાંઇબાબા સોસાયટી, શીતલ પાર્ક-1-2 સહિતના વિસ્તારમાં પાણી વિતરણ નહીં થાય.

તારીખ 21ને રવિવારે વોર્ડ નં. 8ના પરિવાર પાર્ક, જયશકિત સોસાયટી, માયાણીનગર, શાસ્ત્રીનગર, લક્ષ્મી સોસાયટી, ન્યુ રાધાનગર, જમુના પાર્ક, પંચવટીનગર, કર્મચારી, ભીમરાવનગર કર્મચારી સોસાયટી, શ્યામનગર, સિલ્વર સેન્ડ સોસાયટી તથાવોર્ડ નં. 11માં શિવગંગા સોસા., માલધારી ચોક, નહેરૂનગર, માયાણી આવાસ, પટેલ પાર્ક, સરદારનગર, આસોપાલવ પાર્કવોર્ડ નં. 13માં માયાણીનગર, ચંદ્રેશનગર, પટેલ કોલોની, ખીજડાવાળો રોડ, જુનુ માયાણીનગર, વિશ્વનગર, ચામુંડાનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય.
Published by:Ashish Goyal
First published:

Tags: Latest gujarati news, Latest News, Latest today news, ગુજરાતી ન્યૂઝ, રાજકોટ

આગામી સમાચાર