Home /News /gujarat /

89 બેઠકોનું મતદાન પૂર્ણ, 'પાટીદારો' ભાજપની મુશ્કેલી સમાન

89 બેઠકોનું મતદાન પૂર્ણ, 'પાટીદારો' ભાજપની મુશ્કેલી સમાન

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણમાં કેટલીક બેઠક એવી છે કે જેમાં કોંગ્રેસ અને ભાજપે તેના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા...

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણમાં કેટલીક બેઠક એવી છે કે જેમાં કોંગ્રેસ અને ભાજપે તેના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે...પ્રથમ ચરણ માટે ૯ ડિસેમ્બરની રાજ્યની ૧૯ જિલ્લાની ૮૯ વિધાનસભાની સીટો પર વોટ પડશે. પ્રથમ ચરણમાં મતદાન ક્ષેત્રમાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત સામેલ છે.

પ્રથમ ચરણમાં રાજ્યની ૮૯ સીટ માટે ૯૭૭ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે..જેમાં ૧૦ તાલુકા,૯૩૯ ગામ અને છ નગરપાલિકા આવે છે. ત્યારે પ્રથમ ચરણની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજોનું ભવિષ્ય પણ મતદાન પેટીમાં સીલ થવાનું છે..

19 જિલ્લાની 89 બેઠક

ગુજરાતના કચ્છ,સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની ૮૯ વિધાનસભાની બેઠક છે.

સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષિણ

ગુજરાતની ચૂંટણીના મેદાનમાં પ્રથમ ચરણનું મતદાન ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. સૌરાષ્ટ્રની ૫૪ વિધાનસભા બેઠક અને દક્ષિણ ગુજરાતની ૩૫ વિધાનસભા બેઠક છે. વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ૫૪ બેઠકમાં ભાજપે ૩૪ બેઠક અને કોંગ્રેસે ૨૦ બેઠક પર જીત મેળવી હતી.

પાટીદાર કીંગમેકર

ગુજરાતની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છની હંમેશાથી મહત્વની ભૂમિકા રહી છે. રાજ્યની રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકમાંથી ૫૪ બેઠક આ ક્ષેત્રમાં આવે છે. સૌરાષ્ટ્રમાં મોટા ભાગની વસ્તી પાટીદાર સમાજની છે, અને તેમાં પણ ખાસ કરીને લેઉવા પટેલની છે. આ ક્ષેત્રમાં ઓછામાં ઓછી ૩૨થી ૩૮ વિધાનસભા બેઠક પર પટેલ સમાજ કોઇપણ પક્ષને ચૂંટણીમાં જીતાડવા કે હરાવવાનો નિર્ણય કરે છે.

'પાટીદારો' ભાજપની મુશ્કેલી સમાન

૨૦૧૪માં નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમથી દેશના પીએમ બન્યા બાદ પાટીદારો પર ભાજપની પકડ નબળી પડી હતી. એવું માનવામાં આવી રહ્યુ છે કે હાર્દિક પટેલના નેતૃત્વમાં શરુ થનારા પટેલ આંદોલને ભાજપની પકડને નબળી બનાવી દીધી છે, અને તેનું જ પરિણામ રહ્યુ કે ૨૦૧૫માં થયેલા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ૧૧માં ૮ પર કોંગ્રેસે જીત મેળવી હતી..ત્યારે હવે દેખવાનું રહે છે કે આ જ પરિણામો વિધાનસભા ચૂંટણીમાં પણ ફરીથી મેળવી શકાય છે કે નહીં?

પ્રથમ ચરણના દિગ્ગજો

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણમાં કેટલીક બેઠક એવી છે કે જેમાં કોંગ્રેસ અને ભાજપે તેના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી,મંત્રી બાબુભાઇ બોખીરીયા,જયેશ રાદડિયા, તો બીજી તરફ કોંગ્રેસના દિગગ્જ નેતા અર્જુન મોઢવાડિયા, નૌશાદ સોલંકી, રાઘવજી પટેલ, શક્તિસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રતિષ્ઠા દાવ પર છે.

ત્યારે આ ચૂંટણી જંગમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની જનતાએ કોને પોતાનો કીંમતી મત આપ્યો, તે તો પરિણામ જ બતાવશે.
First published:

Tags: Assembly Election2017, Gujarat Election 2017, Kutch, Saurastra, દક્ષિણ ગુજરાત

આગામી સમાચાર