બેબાક વિઠ્ઠલ રાદડિયા આ ચીજો કાયમ સાથે રાખતા હતા

News18 Gujarati
Updated: July 30, 2019, 1:47 PM IST
બેબાક વિઠ્ઠલ રાદડિયા આ ચીજો કાયમ સાથે રાખતા હતા
વિઠ્ઠલ રાદડિયાની ફાઇલ તસવીર

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. આવતીકાલે બપોરે એક વાગ્યે જામકંડોરણા ખાતે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. આવતીકાલે બપોરે એક વાગ્યે જામકંડોરણા ખાતે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે. રાદડિયા ખેડૂતોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહ્યા હતા. સૌરાષ્ટ્રના મોટા નેતાની સાથે સાથે એક સામાજિક કાર્યકર તરીકે તેમણે ખેડૂતોની ખૂબ સેવા કરી છે. એટલું જ નહીં તેમણે પાટીદાર સમાજમાં અનેક સમાજસેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પાડ્યા છે. બેબાક રાદડિયા તેમની સાથે હંમેશા શ્રીનાથજી બાવાની છબી, બાર નંબરનો જોટો અને રિવોલ્વર સાથે રાખતા હતા.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે સારી રીતે જીવન જીવાય તેને સાચુ સુ:ખ માને છે. જીવનમાં કોઈનાથી ડર નથી લાગતો અને સૌથી મોટી સંપત્તિ સંતાનો અને કુટુંબ છે. જીવનમાં કોઈ દિવશ નિરાશા લાગી નથી. તમે કદાચ માનશો નહીં પરંતુ હું શ્રીનાજી બાવાનો પરમ ભક્ત છું. ગમે ત્યારે મુંઝવણ અનુભવાય ત્યારે શ્રીનાથજી બાવાના ચરણોમાં માથું ટેકવવા પહોંચી જાવ છું.


આ પણ વાંચો :  વિઠ્ઠલ રાદડિયાની દિલેરી : પુત્રવધૂને પુત્રી બનાવી સાસરે વળાવી, રૂ. 100 કરોડ કન્યાદાનમાં આપ્યા'તા

સમાજ માટે કામ કર્યા તેના થકી યાદ રહે
વિઠ્ઠલભાઈની ઇચ્છા હતી કે તેમને લોકો તેમણે સમાજ માટે કરેલા કામો થકી યાદ કરે તેમને સૌથી વધુ પસંદ પ્રવૃતિ શિક્ષણ અને સહકારી પ્રવૃતી હતી. અજાણ્યા વ્યક્તિને પણ વગર તપાસ કર્યે હજારો રૂપિયાની સહાય તેમણે આપી હતી. રાજકોટ જિલ્લામાં તેમણે અનેક કન્યા છાત્રાલયો તૈયાર કરાવ્યા હતા.

આ પણ વાંચો :  રાદડિયાનું નિધન;PM મોદીએ લખ્યું, 'ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા'કરજણ ટોલનાકા પર બંદૂક તાકી હતી
12 ઓક્ટોબર 2012ની રાતે સુરતથી ઇનોવા કારમાં સૌરાષ્ટ્ર તરફ આવી રહેલા વિઠ્ઠલ રાદડિયાની કાર કરજણ ટોલ નાકા પર ઉભી રહી ત્યારે ડ્રાઇવરે સાંસદનું કાર્ડ બતાવ્યું હતું. આ મુદ્દે ટોલ કર્મીએ સાંસદને બહાર નીકળવાનું કહેતા હોબાળો થયો હતો અને વિઠ્ઠલ રાદડિયાએ કરજણ ટોલાના પર બંદૂક તાકી અને કાચ તોડ્યો હતો. એ વખતે રાદડિયા વિરુદ્ધ હુલ્લડનો ગુનો નોંધાયો હતો.
First published: July 29, 2019
વધુ વાંચો
अगली ख़बर