દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડી, કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે ઝીલ્યો હોય તેવા દ્રશ્યો, જુઓ વીડિયો

દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડી

કુદરતી આફતો, વાવાઝોડા સહિતના સંકટોમાં દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો

 • Share this:
  મુકુંદ મોકરીયા, દેવભૂમિ દ્વારકા : રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જે દરમિયાન દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી હતી. જેમાં ધ્વજા ખંડિત થઈ છે. કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના શિરે લીધા હોઈ તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્વારકાધીશ મંદિર શિખર ધ્વજ પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.

  દ્વારકાવાસીઓની અતૂટ શ્રદ્ધાનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે. કુદરતી આફતો, વાવાઝોડા સહિતના સંકટોમાં દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો છે. દ્વારકામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.  આ પણ વાંચો - અમદાવાદ : પ્રવેશની માથાકૂટ, RTEના એડમિશન માટેના ફૉર્મ રિજેક્ટ થતા વાલીઓ દોડતા થયા

  દ્વારકાના ભાટિયા ગોકલપર ગામોમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં રસ્તા પાણી-પાણી થઇ ગયા છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મેઘરાજાએ ભાટીયા આસપાસ વિસ્તારમાં દે ધના ધન કરતા ચારે તરફ પાણી પાણી થયા છે.
  Published by:Ashish Goyal
  First published: