Home /News /gujarat /

વીરપુરમાં મતદાતા સાથે પોલીસની ઝપાઝપીનો live video, કોન્સ્ટેબલને અન્ય જગ્યાએ ખસેડ્યો

વીરપુરમાં મતદાતા સાથે પોલીસની ઝપાઝપીનો live video, કોન્સ્ટેબલને અન્ય જગ્યાએ ખસેડ્યો

વીડિયોમાંથી લીધેલી તસવીર

Rajkot News: જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મતદારને માર મારનાર કોન્સ્ટેબલને અન્ય જગ્યાએ ફરજ પર ખસેડ્યો હતો.

    વીરપુર : આજે સવારે સાત વાગ્યાથી રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની (Gujarat Gram Panchayat Election) ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લામાં પણ 413 ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન માટે લોકો મતદાન કરી રહ્યા છે. જેમા વીરપુરનો (Virpur Election video) એક વીડિયો હાલ ઘણો જ ચર્ચામાં આવ્યો છે. મતદારને મોબાઇલ મથકની અંદર લઇ જવો હતો પરંતુ પોલીસે તેને રોક્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેના લાઇવ દ્રશ્યો સોશિયલ મીડિયામાં ઘણાં જ ફરી રહ્યા છે.

    વીરપુરમાં મતદાન કરવા આવેલો મતદાર અંદર મોબાઇલ સાથે જવા માગતો હતો. જેથી પોલીસે તેને મતદાન મથક બહાર જ રોક્યો હતો. બાદમાં મતદારે પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી. આથી કોન્સ્ટેબલે મતદારને માર માર્યો હતો. છૂટા જેના લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. સમગ્ર મામલે બને વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મામલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મતદારને માર મારનાર કોન્સ્ટેબલને અન્ય જગ્યાએ ફરજ પર ખસેડ્યો હતો.

     આ પણ વાંચો - Paper leak: 'અસિત વોરાની પૈસાની ભૂખ પુરી કરો' જામનગરમાં કોંગ્રેસે નકલી નોટ કેમ ઉડાળી?

    મતદારને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ પરેશ સિંધવ છે. જે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. મતદારનું નામ રાજુભાઇ નાનુભાઇ ધાંધલ છે. બલરામ મીણાએ આ અંગે જણાવ્યુ હતુ કે, પોલીસ કર્મીએ મતદાતા સાથે અમાનવીય વ્યવહાર નહિ કરવો જોઈતો હતો. બંને પક્ષને સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    રાજકોટ જિલ્લા સહિત સહિત સમગ્ર ગુજરાતભરના જુદા જુદા જિલ્લાઓની ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં આવેલી જુદી જુદી ગ્રામ પંચાયત માટે વહેલી સવારથી મતદાન મથક પર લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. રાજકોટ જિલ્લાની 543 ગ્રામ પંચાયત પૈકી 134 ગ્રામ પંચાયત સમરસ થઇ ચૂકી છે. ત્યારે બાકી રહેલી ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારના સાત વાગ્યાથી ભાઈઓ તેમજ બહેનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Gram Panchayat Election, ગુજરાત, રાજકોટ

    આગામી સમાચાર