રાજકોટમાં કોહલીએ આ બાળક સાથે પડાવી આવી સેલ્ફી, શું છે કારણ


Updated: January 16, 2020, 8:53 PM IST
રાજકોટમાં કોહલીએ આ બાળક સાથે પડાવી આવી સેલ્ફી, શું છે કારણ
રાજકોટમાં કોહલીએ આ બાળક સાથે પડાવી આવી સેલ્ફી

વિરાટ કોહલીએ કહ્યું - કૌશલ સાથે ફોટો નહીં પરંતુ હું પોતે જ સેલ્ફી પડાવવા ઇચ્છું છું

  • Share this:
રાજકોટ : છેલ્લા ઘણા સમયથી સેલ્ફી લેવાનો એક ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે સેલિબ્રિટી સાથે સેલ્ફી પડાવવી તે તેમના ચાહકોની ઈચ્છા હોય છે. પરંતુ સેલિબ્રિટી તેના ચાહકો સાથે સામેથી સેલ્ફી પડાવે તેવું ભાગ્યે જ બનતું હોય છે. જોકે આવી ઘટના રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં બની છે. કૌશલ નામના છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે ખુદ વિરાટ કોહલીએ સેલ્ફી પડાવી છે.

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં કૌશલના પરિવારજનોએ જણાવ્યું હતું કે કૌશલ જ્યારે સાત વર્ષનો હતો ત્યારે તેને બ્લડ કેન્સર ડિટેક્ટ થયું હતું. જે બાદ તે જ્યારે પોણા નવ વર્ષનો હતો ત્યારે તેને મગજનું કેન્સર ડિટેક્ટ થયું હતું. એક તરફથી પરિવાર જ્યારે કૌશલનું બ્લડ કેન્સર મટાડવા માટે તેની સારવાર કરી રહ્યો હતો તેજ સારવાર દરમિયાન કૌશલ ને મગજનુ કેન્સર પણ ડિટેક્ટ હતા પરિવારજનો પર અણધારી આફત આવી પડી હતી. પરિવારે ન માત્ર રાજકોટ ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાં પણ કૌશલ ને લઇ જઇ તેની સારવાર કરાવી હતી. આજે ઈશ્વરની કૃપા અને તબીબોની મહેનતના કારણે કૌશલને એક પણ જાતની બીમારી નથી આજે તે કેન્સરથી મુક્ત છે.

આ પણ વાંચો - એમએસ ધોનીને ફરી મળશે BCCIનો કોન્ટ્રાક્ટ, પૂરી કરવી પડશે આ શરત

કૌશલ જ્યારથી સમજણો થયો ત્યારથી તે વિરાટ કોહલીનો પ્રશંસક છે. વિરાટ કોહલી જ્યારે જ્યારે મેચમાં આઉટ થાય છે ત્યારે ત્યારે કૌશલ ખૂબ નિરાશ થઈ જાય છે તો ક્યારેક તો તે રડવા પણ માંડે છે. ત્યારે કૌશલના પરિવારજનોએ રાજકોટના ડી.સી.પી રવી મોહન સૈની તેમજ રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહને રજૂઆત કરી હતી કે તેમના બાળકને વિરાટ કોહલી સાથે ફોટો પડાવવાની ઈચ્છા પૂર્ણ કરવામાં આવે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે કૌશલની ઈચ્છા અંગે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને જણાવી હતી. તો સાથે જ કૌશલની ભૂતકાળની બીમારી અંગે તેમજ તેની કોહલી પ્રત્યેની ચાહના અંગે પણ માહિતગાર કર્યા હતા. આ પછી વિરાટ કોહલીએ જ કહ્યું હતું કે કૌશલ સાથે ફોટો નહીં પરંતુ હું પોતે જ સેલ્ફી પડાવવા ઇચ્છું છું.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading