Home /News /gujarat /

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીના વિજય સરઘસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા? હર્ષ સંધવીએ આપ્યા તપાસના આદેશ

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીના વિજય સરઘસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા? હર્ષ સંધવીએ આપ્યા તપાસના આદેશ

Gujarat news: આ વીડિયો અંગે ગૃહરાજ્યમંત્રી ઘણા જ આક્રમક અંદાજમાં દેખાઇ રહ્યા હતા, તેમણે કહ્યું કે, 'તમામ લોકોને પકડી પાડવામાં આવશે.'

Gujarat news: આ વીડિયો અંગે ગૃહરાજ્યમંત્રી ઘણા જ આક્રમક અંદાજમાં દેખાઇ રહ્યા હતા, તેમણે કહ્યું કે, 'તમામ લોકોને પકડી પાડવામાં આવશે.'

    કચ્છ : ગુજરાતમાં મંગળવારે એટલે ગઇકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. જે બાદથી એક વીડિયો સોશિયલ મીડિયામા ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ગ્રામ પંચાયતના વિજય સરઘસનો છે. વિજય સરઘસના આ વાયરલ વીડિયોમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગતા સંભળાઇ છે. ચર્ચા પ્રમાણે આ વીડિયો અંજાર તાલુકાનો માનવામાં આવી રહ્યો છે. પરંતુ આ અંગે હજી કોઇ પુષ્ટી થઇ નથી. ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયો અંગે કોઇ પુષ્ટી કરતું નથી.

    હાલ વીડિયો અંગે ઘણી જ ચર્ચા થઇ રહી છે

    આ વીડિયોમાં લોકોનું ટોળું પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા દેખાઇ રહ્યા છે. આ અંગેની ચર્ચાઓ પ્રમાણે, આ વીડિયોમાં જોવા મળી રહેલા ઉમેદવાર અને સમર્થકો કચ્છના દૂધઈ ગામના વતની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. જોકે, આ વીડિયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ મચ્યો છે. જેની સાથે કચ્છ પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે.

    આ પણ વાંચો - ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

    'આ શરમજનક છે'

    આ અંગે જ્યારે અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર સાથે ખાસ વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યુ કે, આ રીતનો જે બનાવ બન્યો છે તે શરમજનક છે. હિન્દુસ્તાનમાં રહીને પણ પાકિસ્તાનના નારા લગાવવા તે ઘણું જ દુર્ભાગ્ય કહેવાય. આમની સામે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ શરમજનક છે.

    'તમામ લોકોને પકડી પાડવામાં આવશે'

    આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે,' આજે વહેલી સવારે આ અંગેનો ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે. તમામ લોકોને પકડવામાં આવશે. તો સરકાર પણ કચ્છ બાબતે ગંભીરતા પૂર્વક પગલા ભરી રહી છે અને નારા લગાવવામાં સામેલ તમામ લોકોને પકડી લેવામાં આવશે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Gram Panchayat Election, Kutch, ગુજરાત, વાયરલ વીડિયો

    આગામી સમાચાર