ગીર : ઝાડ પર દોરીથી મરઘી લટકાવી સિંહને લલચાવ્યો, જઘન્ય કૃત્યનો વીડિયો વાયરલ!

ગીરમાં સિંહની પજવણીના વાયરલ વીડિયોનો ચોથો ભાગ વાયરલ થતા હાહાકાર મચી ગયો, જોકે, આ વીડિયો જૂના હોવાની વનવિભાગના અધિકારીની સ્પષ્ટતા

 • Share this:
  ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના ગીર અભ્યારણની નજીક આવેલા ખેતરોમાં વનરાજોના ઘાડા રહે છે. આ સિંહો માણસોની સાથે હળીમળી ગયા છે પરંતુ તેનો ગેરલાભ થઈ કેટલાક તત્વો ગેરકાયદેસર લાયન શો યોજે છે. અગાઉ  લોકો પાસે પૈસા લઈ ખેતરમાં ગેરકાયેદસર રીતે સિંહ બતાવવાના વીડિયો વાયરલ થયા હતા અને આ વીડિયો તૈયાર કરનાર શખ્સ હાલ જેલના સળિયા પાછળ છે ત્યારે ફરી એક વાર ગીર સોમનાથમાં સિંહને લલચાવાના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં ઝાડ પર દોરી વડે મરઘી લટકાવીને સિંહને મારણ માટે લલચાવામાં આવી રહ્યો છે. જ્યારે કેટલાક પ્રવાસીઓ મોબાઇલમાં આ જઘન્ય લાયન શોનો વીડિયો ઉતારી રહ્યા છે. ગીરનો આ વીડિયો વાયરલ થતા સાવજની ગરીમા અને ગીરની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જોકે, વનવિભાગના અધિકારીનું કહેવું છે કે આ વીડિયો થોડા સમય પહેલાં બનેલી ઘટનાનો જ વીડિયો છે અને જૂનો છે.

  FSLમાં મોકલેલા મોબાઇલમાંથી વીડિયો વાયરલ થયો?  ગત માર્ચ-એપ્રિલમાં  વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગે 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં 3 આરોપી અમદાવાદના અને બાકીના ચાર આરોપી ગીરસોમનાથના હતા. આ આરોપીઓના 7 મોબાઇલ FSLમાં મોકલવામાં આવ્યા છે. આરોપીઓના મોબાઇલમાંથી જ આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હવે આ વીડિયો ક્યાંથી સામે આવ્યો તેના પર સવાલ ઉભા થયા છે.

  આ પણ વાંચો : 13માં દિવસે પણ તીડનો આતંક યથાવત, ખેડૂતો તીડથી બચવા આ 10 ઉપાયો અજમાવો

  દોરી પર લાંબા સમય સુધી લટકાવીને સિંહને શિકાર કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે.


  શું વનવિભાગ લાયન શો ડામવામાં નિષ્ફળ રહ્યુ છે?

  ગીર સોમનાથમાં લોકોના વૉટ્સએપ પર આ વીડિયો વાયરલ થતા વનવિભાગ સામે સવાલો સર્જાયા છે. આ વીડિયોમાં ખૂબ જઘન્ય રીતે સિંહને મરઘી દોરી પર લટકાવી શિકાર કરવા માટે લલચાવામાં આવી રહ્યો છે. આ વીડિયો જૂનો હોવા છતાં અન્ય વીડિયો કરતાં વધુ જઘન્ય છે. ઠેરઠેર વીડિયોની ચર્ચા થઈ રહી છે ત્યારે ફરીથી સિંહોની સુરક્ષાનો મુદ્દો બહાર આવ્યો છે.

  આ પણ વાંચો :  તીડ નિયંત્રણ માટે ડ્રોનથી દવાનો છંટકાવ થઈ શકે છે, CM રૂપાણીએ સંકેત આપ્યા

  જૂનો વીડિયો છે : ડીટી વસાવડા, સીસીએફ સાસણ

  વનવિભાગના સીસીએફ ડીટી વસાવડાએ સાસણથી વાતચીતમાં જણાવ્યું હતું કે ' આ જૂની ઘટના હતી અને એ ઘટનાના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ વીડિયો જૂના એફ.એસ.એલમાં હોય તો પણ વાયરલ થઈ શકે છે. આ એક જ ગુનેગાર છે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

  વનવિભાગ મુજબ આ વીડિયો આઠ મહિના પહેલાંની હરમડિયાની ઘટનાનો જ ચોથો ભાગ છે.


  આઠ મહિના પહેલાંની ઘટના છે

  આ વીડિયો આઠ મહિના પહેલાનો ગીર સોમનાથના ગીર ગઢડાના ખેતરમાંથી વીડિયો વાયરલ થયા હતા. આ કેસમાં આરોપીઓનાં મોબાઇલ FSLમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ મોબાઇલમાંથી એક નવો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે અથવા તો જૂના વીડિયોની સીરિઝમાંથી વાયરલ થયો છે. આ વીડિયો જૂના લાયનશોના મામલાના જ છે તેવું વનવિભાગના અધિકારી કહે છે.
  Published by:Jay Mishra
  First published:December 25, 2019, 14:30 pm

  ટૉપ ન્યૂઝ