અતુલ જોશી, ટંકારા: ટંકારા પંથકમાં ચાર કિશોરોએ મળીને દસ વર્ષના બાળકને ફોસલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે. આ બનાવનો વીડિયો બનાવીને કિશોરોએ તેને વાયરલ કર્યો હતો. આ મામલે આજે ટંકારા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ટંકારા તાલુકાના એક ગામમાં રહેતા બાળક ઉપર દોઠ માસ પહેલા તે જ ગામના આશરે 15થી 18 વર્ષની વય ધરાવતા 4 કિશોરોએ મળીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. એક કિશોરે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારીને તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યો હતો. આ વીડિયો ભોગ બનનાર બાળકના પિતાના ધ્યાને આવતા તેઓને સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી. બાદમાં ભોગ બનનાર બાળકના પિતાએ 4 કિશોરો સામે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ એલસીબી અને ટંકારા પોલીસે ફરિયાદના આધારે ચારેય કિશોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો - લગ્નના દિવસે જ કન્યા લગ્નની ચોરીમાં કોરોના પોઝિટિવ, સાસરે જવાના બદલે હોમ ક્વૉરન્ટાઇન થઈ
મળતી માહિતી પ્રમાણે આ વીડિયો દોઢ મહિના પહેલાનો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કિશોરોએ એકથી વધુ વખત બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. હાલ આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છેે.
આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળતાં મુજબ આ વીડિયો વાયરલ બાદ ભોગવનાર વાલીએ આરોપીના વાલી ને આ ઘટના અંગે વાત કરી હતી અને વીડિયો વાયરલ ન કરવા જણાવ્યું હતું પરંતુ સોશિયલ મિડીયામાં આ વીડિયો બહાર આવતા પિતા આજે ટંકારા પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:November 27, 2020, 21:23 pm