ખંભાળિયા : આજે દ્વારકામાં (Dwarka rainfall) ભારે વરસાદ વરસ્યો છે. દ્વારકામાં ધોધમાર (rain in Saurashtra) વરસાદ વરસતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખંભાળિયાના બેહ અને બારામાં કોઝવે પરથી પાણીના પ્રવાહમાં આરોગ્ય શાખામાં કામ કરતો યુવક તણાયો હતો. જેને બચાવવા માટે સ્થાનિક સરપંચ અને તેમની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. સદનસીબે તેમનો જીવ બચી ગયો છે. આ યુવકને બચાવવા માટે સ્થાનિક લોકો અને સરપંચ ત્યાં આવી પહોંચ્યા હતા.
આરોગ્ય શાખામાં ફરજ બજાવતો અક્ષય નામનો યુવક ધસમસતા પાણીમાં તણાતા સ્થાનિક સરપંચ અને તેમની ટીમ દ્વારા રેસક્યૂ કરાયું હતુ. નોંધનીય છે કે, દરિયામાં લો પ્રેશર સર્જાતાં દ્વારકામાં ઓરેન્જ એલર્ટ (Orange alert in Dwarka) આપવામાં આવ્યું હતુ. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવાની સુચના આપવામાં આવી હતી.
ત્યારે આજે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે દ્વારકાનાં કલ્યાણપુર અને રાવલ વિસ્તારના ખેતરો તળાવ બન્યા છે. ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે હોડી લઇ જવાની ફરજ પડી છે. દ્વારકામાં ધોધમાર વરસાદ વરસતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
બુધવારે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરુ થયો હતો.જે બાદમાં અનરાધાર સ્વરૂપ ધારણ કરી લીધું. જોત જોતામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આગામી ચારથી પાંચ દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દ્વારકા ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર