વેરાવળ: બાળપણનાં ઝઘડાનો આરોપીએ લીધો બદલો, છરીનાં 8 ઘા મારી મૃતકનો લીધો જીવ

વેરાવળમાં બાળપણનાં ઝઘડાનો બદલો છરીનાં 8 ઘા મારીને લીઘો

વેરાવળનાં ખારવાવાડ વિસ્તારમાં ચાઇનીઝની લારી ચલાવતા જતીન બાંડીયા નામનો યુવાન પોતાની બાઈક પર જઈ રહ્યો હતો. સામેની તરફથી આવતા સંજય કોટિયા નામનાં વ્યક્તિએ પોતાની બાઈક ટકરાવી દીધી. જતીન જેવો બાઈક પરથી નીચે પડ્યો કે તુરંત જ સંજય કોટિયા છરીનાં આડેઘડ આઠ ઘા મારી જતીનની હત્‍યા કરી ભાગી છુટ્યો હતો. જતીનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતુ.

 • Share this:
  દિનેશ સોલંકી, વેરાવળ: ગીર સોમનાથમાં ટૂંકા દિવસોમાં 4  હત્યાનાં બનાવો સામે આવતા પોલીસનો ડર ગુનેગારમાંથી ઘટતો જોવા મળી રહ્યો છે. વેરાવળ જિલ્લાનાં અલગ અલગ વિસ્તારોમાં એક પછી ચાર જેટલા હત્યાના બનાવો બન્યા છે. તાલાળા, ઉના અને વેરાવળનાં ડોડીયાનાં વડોદરા બાદ હવે વેરાવળ શહેરનાં જ ખારવાવાડ વિસ્તારમાં જાહેરમાં યુવાનની હત્યા થઇ છે. આ કિસ્સામાં બાળપણના ઝઘડાની અદાવત રાખી એક યુવાને બીજા યુવાનની હત્યા કરી નાંખી.

  વેરાવળનાં ખારવાવાડ વિસ્તારમાં ચાઇનીઝની લારી ચલાવતા જતીન બાંડીયા નામનો યુવાન પોતાની બાઈક પર જઈ રહ્યો હતો. સામેની તરફથી આવતા સંજય કોટિયા નામનાં વ્યક્તિએ પોતાની બાઈક ટકરાવી દીધી. જતીન જેવો બાઈક પરથી નીચે પડ્યો કે તુરંત જ સંજય કોટિયા છરીનાં આડેઘડ આઠ ઘા મારી જતીનની હત્‍યા કરી ભાગી છુટ્યો હતો. જતીનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતુ.

  આ પણ વાંચો-મદ્રેસામાં મૌલાનાએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાના આક્ષેપ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

  પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે આરોપીને ઝડપી પાડવા માટે કામે લાગી ગઈ હતી. અને આરોપીને ઝડપી પણ પાડ્યો હતો. આરોપી પકડાઈ ગયા બાદ પૂછપરછમાં આરોપી સંજયે કબુલ્યુ હતુ કે જતીન સાથે બાળપણમાં ખારવાવાડમાં જ એક પ્રસંગમાં ભારે બોલાચાલી થઈ હતી. બાદમાં જ્યારે પણ બંન્નેનો ભેટો થતો ત્યારે મૃતક જતીન તેને સતત પજવણી કરતો હતો. જેને કારણે ઉશ્કેરાઈ જઈને સંજયે જતીનની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો અને તેને અંજામ પણ આપ્યો હતો.

  આ પણ વાંચો-સુરતનાં કેબલ બ્રીજમાં ફરી ચોરી : લાઈટ, અર્થિંગ વાયર બાદ હવે કેબલ સ્ટેઇડ પુલને પિલર સાથે પકડી રાખતી પિન ચોરાઇ

  જો કે પોલીસને આરોપીની આ કબુલાત ગળે ઉતરી રહી નથી. મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદ અને આરોપીનું કબુલનામું અલગ કહાની કહી રહી છે. ત્યારે પોલીસ આસપાસનાં વિસ્તારોમાં તપાસ કરતાં નવો વળાંક આવ્યો હતો પ્રેમપ્રકરણના કારણે હત્યા થઈ હોવાની અન્ય માહિતી મળી હતી. જેના કારણે પોલીસ પણ હવે ચકરાવે ચઢી છે કે ખરેખર હત્યા કયા કારણે થઈ છે.

  જતીનને વેરાવળની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પણ ત્યાં તેને પહેલેથી જ મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. મૃતક જતીન બાંડીયાને બે માસુમ બાળકો હોય જેમણે પિતાની છત્ર છાયા ગુમવાતા ખારવા સમાજમાં ગમગીની પ્રસરી ગઇ છે.
  Published by:Margi Pandya
  First published: