ન્યૂઝ 18 ગુજરાતી : આજે સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના મતદાન અંતર્ગત કેટલાક જાણીતા વ્યક્તિઓએ રાજકોટ લોકસભા માટે મતદાન કર્યુ હતું. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, ક્રિકેટર ચેતેશ્વર પુજારા અને ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ધર્મ પત્ની રીવાબા જાડેજા રાજકોટ લોકસભા બેઠકના મતદારો છે. આ ત્રણે મતદારોએ રાજકોટ ખાતે મતદાન કર્યુ હતું.
સૌથી પહેલાં ક્રિકેટર ચેતેશ્વર પુજારા મત આપવા માટે આવ્યા હતા. ચેતેશ્વર પુજારાએ માધાપર ચોકડી પાસે આવેલી શાળામાં પિતા અરવિંદ ભાઈ તેમજ પત્ની પુજા સાથે મતદાન કર્યુ હતું અને યુવાનોને મત આપવા માટે અપીલ કરી હતી.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા પણ જામનગર નિવાસ સ્થાનથી રાજકોટ મત આપવા માટે આવ્યા હતા. રીવા બાએ રાજકોટના કોઠી કમ્પાઉન્ડ ખાતે આવેલા મતદાન મથક ખાતે મતદાન કર્યુ હતું અને વિક્ટરીનો સિમ્બોલ દર્શાવ્યો હતો.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટની કોટેચા સ્કુલ ખાતે મતદાન કર્યુ હતું. તેઓ રાજકોટ ખાતે પોતાના સરકારી કાફલા સાથે આવી પહોંચ્યા હતા. સુરક્ષા વચ્ચે રહેતા રાજ્યપાલે પણ એક સામાન્ય નાગરિકની જેમ લાઇનાં ઊભા રહીને મત આપ્યો હતો અને લોકશાહીના પર્વનમાં મતદાન કરવાની અપીલ કરી હતી. રાજકોટ લોકસભામાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 40.41 ટકા મતદાન નોંધાયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર