કોરોનાના કહેરથી કલાકારો 'નવરા', કીર્તિદાનનો 20 દિવસનો અમેરિકા પ્રવાસ રદ

News18 Gujarati
Updated: March 14, 2020, 4:21 PM IST
કોરોનાના કહેરથી કલાકારો 'નવરા', કીર્તિદાનનો 20 દિવસનો અમેરિકા પ્રવાસ રદ
કિર્તીદાન ગઢવી (ફોટો - સોશિયલ મીડિયા)

કિર્તીદાને કહ્યું, કોરોના વાઇરસનો જલ્દીથી અંત આવે અને ફરી જનજીવન શરૂ થાય તેવી મારી પ્રાર્થના છે

  • Share this:
કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોના વાઇરસની તમામ ક્ષેત્રો પર અસર જોવા મળી છે આવા સમયે લોકગાયક કીર્તિદાન ગઢવી 20 દિવસ નો અમેરિકાનો પ્રવાસ રદ કર્યા છે. 20 દિવસના કીર્તિદાનના પ્રવાસ દરમ્યાન 8 જેટલા અલગ અલગ કાર્યક્રમો યોજવાના આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે અમેરિકાએ પણ કટિકટીની જાહેરાત કરી છે જેને લઈને પણ ત્યાંના કાર્યક્રમો રદ થયા છે. કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને કારણે અમેરિકા ટૂર રદ કરી છે. અમેરિકામાં મારા 8 કાર્યક્રમો હતો. આજે જ એટલે 14 માર્ચે એટલાન્ટામાં મારો કાર્યક્રમ હતો. કોરોના વાઇરસનો જલ્દીથી અંત આવે અને ફરી જનજીવન શરૂ થાય તેવી મારી પ્રાર્થના છે. કોરોના વાઇરસ થી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જરૂરી છે. સરકાર કોરોના વાઇરસ ને લઈ ગંભીર છે અને યોગ્ય પગલાં ભરી રહી છે તેમ કીર્તિદાને જણાવ્યું હતું.

મહત્વનું છે કે જે રીતે કોરોના વાયરસ થી ભારતમાં અત્યાર સુધી બે લોકોના મોત થયા છે તેને લઈને તમામ જગ્યાઓ પર સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. સરકારે જાહેર સ્થળો ઉપર તેમજ જ્યાં વધુ ગીચતા હોય ત્યાં સાવચેતી રાખવાની સલાહ આપી છે તો બીજી તરફ મેળાવડા કે જાહેર કાર્યક્રમો પણ રદ કરવાની સૂચના સલાહ આપવામાં આવી છે. કોરોના ના કહેર વચ્ચે હવે કીર્તિદાને પણ 20 દિવસનો અમેરિકા પ્રવાસ રદ કરી લોકોને પણ સાવચેત રહેલા અપીલ કરી છે.
First published: March 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading