Home /News /gujarat /

ભરશિયાળે કચ્છમાં કરા પડ્યા, રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું, ખેડૂતોની ચિંતા વધી

ભરશિયાળે કચ્છમાં કરા પડ્યા, રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું, ખેડૂતોની ચિંતા વધી

માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં છે.

Gujarat weather updates: કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે.

    કચ્છ: ગુજરાતમાં હવામાન (Gujarat weather) વિભાગ દ્વારા ભરશિયાળામાં માવઠાની (rain in Winter) આગાહી (Gujarat weather forecast) કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો છે. મોરબી, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભર શિયાળે કમોસમી વરસાદ થયો છે. હળવદના રણકાંઠા વિસ્તાર ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણીમાં વરસાદ થયો છે. આથી વિશેષ કમોસમી વરસાદ વચ્ચે કચ્છમાં કરા  (hail strom in kutch) પડ્યાં છે. માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો (Gujarat farmers) અને માલધારીઓની ચિંતા વધી છે.

    અરવલ્લી, સાબરકાંઠામાં માવઠું

    અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો હતો. ભરશિયાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માથે મુશ્કેલીના વાદળો છવાયા છે. રાયડો, ઘઉં, જીરું, કપાસ, એરંડાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
    ઉત્તર ગુજરાતાના કેટલાક જિલ્લામાં મોડી રાત્રે માવઠું થયું હતુ. સાબરકાંઠા જિલ્લામાં રાત્રે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

    કચ્છમાં કરા પડ્યા

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજયમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ત્યારે કચ્છમાં વરસાદ સાથે કરા પડતા લોકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ સાથે માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં છે. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે.



    માવઠાથી અગરિયાઓને નુક્શાન

    સૌરાષ્ટ્રના હળવદ સહિતના રણકાંઠા વિસ્તારમાં સોમવારે કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે અગરિયાઓને નુક્શાનના અહેવાલ છે. આજે પણ ઉત્તર ગુજરાતમાં માવઠાંની અને ત્યારબાદ બુધવારથી તાપમાનમાં 5 સે.સુધી ઘટાડા સાથે ફરી કડકડતી ઠંડી પડવાની શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. હળવદ પંથકના ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મિયાણી સહિતના ગામોમાં સોમવારે સાંજે વાદળિયા હવામાન વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે શિયાળુ પાકમાં નુક્શાની સાથે અગરિયાઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો હતો.

    આજે આ વિસ્તારોમાં માવઠાની આગાહી

    આજે ફરી રાજકોટમાં તેમજ પોરબંદર અને કચ્છમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. જેના પગલે વાહન વ્યવહારને અસર થઇ શકે છે. તો ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર વગેરે વિસ્તારમાં માવઠાની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, બુધવારથી આકાશ ચોખ્ખું થવા લાગશે. જ્યારે રવિવાર સુધી તાપમાનમાં 5 સે.નો ઘટાડો થશે. જેના કારણે ફરીથી કડકડતી ઠંડી શરૂ થશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Weather Forecast, Gujarat winter, Kutch, Winter 2021, ગુજરાત

    આગામી સમાચાર