કોરોનાથી બચાવ સાથે આર્થિક વ્યવહાર બરકરાર રાખવાનો પડધરી ગ્રામ પંચાયતનો અનોખો પ્રયોગ


Updated: June 2, 2020, 9:37 PM IST
કોરોનાથી બચાવ સાથે આર્થિક વ્યવહાર બરકરાર રાખવાનો પડધરી ગ્રામ પંચાયતનો અનોખો પ્રયોગ
પડધરી તાલુકા મથક હોવા ઉપરાંત આસપાસના 35થી વધુ ગામો માટેની મુખ્ય બજાર છે

પડધરી તાલુકા મથક હોવા ઉપરાંત આસપાસના 35થી વધુ ગામો માટેની મુખ્ય બજાર છે

  • Share this:
રાજકોટ : અનલોક -1 અન્વયે રાજય સરકારની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે રાજકોટ જિલ્લાના કુલ 10 હજારની વસતી ધરાવતા પડધરી ગામે કોરાના સંક્રમણ સામે બચાવ સાથે ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું રહે અને શાકભાજી તથા ફળફળાદી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ આસાનીથી ઉપલબ્ધ રહે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા સાથેની શાકમાર્કેટનો અભિનવ પ્રયોગ અમલી બન્યો છે.

અભિનવ શાકમાર્કેટના પ્રયોગ માટે પ્રેરણાસ્ત્રેાત એવા રાજકોટ જિલ્લા ગ્રામ્ય પ્રાંત અધિકારી સરયુબેન જણકાટે માહિતી આપતાં જણાાવ્યું હતું કે અહીંની જુની શાકમાર્કેટ 2500 ચો.ફુટની હતી. આવી નાની જગ્યામાં 70થી વધુ શાકભાજી વેંચતા ફેરીયાઓનો સમાવેશ કરવો અને તે પણ સોશિયલ ડિસ્ટન્સિંગના અમલ સાથે અશકય હતું. આથી સ્થાનિક રહીશોને અપીલ કરાઇ તથા ગ્રામપંચાયત અને અગ્રણીઓના સહયોગથી ખાનગી માલીકીની જમીન હંગામી ધોરણે આ ખાસ શાકમાર્કેટ શરૂ કરવા માટે મળી છે.

આ પણ વાંચો - કોરોના વાયરસ બન્યો આશીર્વાદ, આ ધંધામાં આવી 100 ટકા તેજી

જેમાં શાકભાજીના ફેરીયાઓ અને ખરીદાર લોકોને ખાસ બનાવાયેલા સેનિટાઇઝર મશીન દ્વારા સેનેટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવે છે. અહીં અલગ અલગ જણસ જેવી કે લીલોતરી શાક, અથાણા માટેના કેરી ,ગુંદાના થડા તથા બટાકા અને ડુંગળીના થડાઓની ગોઠવણીમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું આપમેળે પાલન થાય તેવી વિશિષ્ટ ગોઠવણી કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, પડધરી તાલુકા મથક હોવા ઉપરાંત આસપાસના 35થી વધુ ગામો માટેની મુખ્ય બજાર છે. અહીં ખેત ઉત્પાદન ઉપરાંત નાના અને મધ્યમ ઉદ્યોગો પણ આવેલા છે. આથી સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી અને કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરી પડકારજનક કામગીરી બની રહે છે. શાકમાર્કેટના આયોજનમાં સહયોગી એવા પડધરીના સરપંચ વિજયભાઈ પરમારના મતે શાકભાજી રોજીંદી જરૂરીયાત હોવાથી શાકમાર્કેટ કોરોના સંક્રમણ માટે સંવેદનશીલ સ્થળ બની રહે છે. આથી જુની શાકમાર્કેટની જગ્યાએ ખુલ્લી જગ્યાએ શાકમાર્કેટ શરૂ થતા કોરોના સંક્રમણથી બચાવ શકય બનશે.
શાકભાજીનો વ્યવસાય કરતા સંદીપભાઇ કટોસણા સલામતી સાથે રોજગારીની આ આગવી વ્યવસ્થાથી સંતોષ વ્યકત કરતા કહે છે કે, આ નવા શાકમાર્કેટમાં શાકભાજી વેચાણ કરતા અમારા જેવા ફેરીયાઓને કોરોના સામે સલામતી સાથે રોજગારી પણ સુલભ બની રહી છે. લોકોને પણ તાજા શાકભાજી એક જ સ્થળે મળી રહે છે.

શરૂઆતથી જ કોરોના સંક્રમણના બચાવમાં અગ્રેસર રહેલા અને ગ્રીનઝોનમાં સમાવિષ્ટ એવા પડધરી ગામ આમ તો પ્રારંભથી જ કોરોના સામેની લડાઇમાં સતત જાગૃત રહ્યું છે. મોઢા પર માસ્ક કે રૂમાલ સાથે શાકભાજી ખરીદ કરતા રહીશો કોરોના સંક્રમણ પ્રત્યેની જાગૃતિ સ્પષ્ટ જણાઇ આવે છે.
First published: June 2, 2020, 9:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading