કચ્છમાં અન્ડરવોટર ઍટેકના ઇનપુટને પગલે કંડલા બંદરની સુરક્ષા વધારાઈ

News18 Gujarati
Updated: August 29, 2019, 3:05 PM IST
કચ્છમાં અન્ડરવોટર ઍટેકના ઇનપુટને પગલે કંડલા બંદરની સુરક્ષા વધારાઈ
કચ્છમાં પાકિસ્તાન મરીન કમાન્ડો દ્વારા ઍટેક કરે તેવા ઇનપુટના પગલે બંદોર પર હાઇ ઍલર્ટ

આતંકી હુમલાના જોખમને પગલે કચ્છમાં હાઇ ઍલર્ટ, ટ્રેનિંગ પ્રાપ્ત કમાન્ડો કચ્છના અખાતમાં ઘૂસ્યાં હોવાનો ઇનપુટ

  • Share this:
મેહુલ સોલંકી, કચ્છ : કાશ્મીરમાંથી કલમ-370ને રદ કર્યા બાદ ટળવળેલું પાકિસ્તાન આતંકવાદનો રસ્તો અપનાવે તેવા ઇનપુટ છે. કચ્છના કંડલા બંદર પર અન્ડર વોટર ઍટેકના ઇનપુટના પગલે બંદર પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ જેટીઓ અને કંડલા બંદર પર ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એક બાજુ પાકિસ્તાને મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે અને બીજી બાજુ ઇન્ટેલિજન્સ ઇનપુટના પગલે કચ્છમાં સુરક્ષા તંત્ર સાબદું કરાયું છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 રદ થઈ ત્યારથી ભારત-પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા થોડા દિવસો અગાઉ અફઘાનિસ્તાનના શખ્સોને ટ્રેનિંગ આપીને આતંક ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દેશમાં ઘૂસાડવાના પ્રયાસ કરાઈ રહ્યાનું બહાર આવ્યુ છે.

આ પણ વાંચો :  રાજનાથ પાકિસ્તાન પર ભડક્યા : 'કાશ્મીર ક્યારે તમારું હતું, તો રડો છો?'

સરહદી જિલ્લા કચ્છમાં ગત કેટલાક દિવસોના ઘટનાક્રમ અને ઈનપુટના આધારે ઍલર્ટ જાહેર કરાયુ છે. તેમાંય દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં અંડર વોટર ઍટેક થવાના ઈનપુટના આધારે હાઈ સિક્યોરીટી ઍલર્ટ જાહેર કરાયો છે. ઇન્ટેલીજન્સ ઇનપુટ અનુસાર પાકિસ્તાનના ટ્રેનિંગ પ્રાપ્ત કમાન્ડો કચ્છના અખાતમાં હરામી નાળા સરક્રીકથી ઘૂસ્યાં છે. આ કમાન્ડોએ અંડર વોટર ઍટેક માટે ટ્રેનિંગ મેળવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.કંડલા પોર્ટ દ્વારા આ અંગે તમામ શીપ એજન્ટો, સંગઠનો અને સંલગ્ન વ્યવસ્થાઓ ને સુચીત કરીને દરીયામાં કોઇ પણ અયોગ્ય હલન ચલન કે સંદિગ્ધ ગતિવિધી દેખાય તો તુરંત સુરક્ષા તંત્રને જાણ કરવા અને સતર્ક રહેવા તેમજ દરેક સ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. આ અંગે પૂર્વ કચ્છમાં એસપીનો ચાર્જ સંભાળી રહેલા ડી.એસ. વાઘેલાએ જણાવ્યુ હતુ કે પોલીસ દ્વારા પોર્ટ આસપાસના તમામ સ્થળોનુું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :  વીજળી બીલ ચૂકવવા પૈસા નથી અને પાકિસ્તાને 'ગઝનવી' મિસાઇલનું પરીક્ષણ કર્યું!મરીન કમાન્ડોની એક ટુકડીને પણ તૈનાત કરી લેન્ડિંગ પોઈન્ટ્સ, અગત્યના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમજ મરીન પોલીસ સાથે દરીયામાં પણ પેટ્રોલિંગ કરાઈ રહિ છે. કંડલા મરીનના પીઆઈ વી.એફ. ઝાલાએ પોલીસની એક અને સીઆઈએસએફની બે બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. દરમ્યાન સીઆઇએસએફના આઈજી પણ કંડલાની મુલાકાતે આવી પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.

 
First published: August 29, 2019, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading