શિયાળામાં જ રાજ્યનાં 74 ડેમ સૂકાભટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી ઓછું પાણી

ગુજરાતનાં ડેમો અત્યારથી જ સુકાઇ રહ્યાં છે.

સૌરાષ્ટ્રના 138 ડેમોમાં માત્ર 20 ટકા, કચ્છના 20 ડેમોમાં 12.75 ટકાજ પાણી બચ્યું છે.

 • Share this:
  હાલ ગુજરાતભરમાં તો કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભરશિયાળામાં જ પાણીની તંગી સર્જાઇ છે. આ જોતા ઊનાળામાં કેવી હાલત થશે તેની ભીતિ સતાવી રહી છે. ગુજરાતનાં ડેમો અત્યારથી જ સુકાઇ રહ્યાં છે.

  રાજ્યના 74 ડેમો સૂકાભટ થઇ ગયા છે. ગુજરાતમાં 203 ડેમોમાં હાલમાં માત્ર 36.42 ટકા પાણી જ સંગ્રહાયેલું રહ્યું છે. સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ કચ્છ અને સૌરાષ્ટ્રના ડેમોની છે.

  સૌરાષ્ટ્રના 138 ડેમોમાં માત્ર 20 ટકા, કચ્છના 20 ડેમોમાં 12.75 ટકાજ પાણી બચ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પરિસ્થિતિ એકદમ કપરી નથી થઇ. અહીંનાં 17 ડેમોમાં 66.99 ટકા પાણી છે. તો દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 36.53 ટકા પાણી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં 24.35 ટકા જ પાણી બચ્યું છે. તો 106 ડેમોમાં તો દસ ટકા કરતાંય ઓછું પાણી રહ્યું છે.

  આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો ભરડો, અત્યાર સુધીમાં 68 દર્દીના મૃત્યુ, તંત્રનું મૌન

  તો બનાસકાંઠા, ખેડા, પોરબંદર, બોટાદ, મોરબી, દ્વારકા અને જામનગરમાં તો હાલમાં દસ ટકાથીય ઓછું પાણી છે. પરિણામે અત્યારથીજ લોકોને પાણીની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

  બીજી બાજુ જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો પરિસ્થિતિ થોડી સારી છે. પંચમહાલ, નર્મદા, સુરત, ભરૂચ જિલ્લામાં ડેમોમાં પાણી છે. આ આખા રાજ્યની પરિસ્થિતિ જોતા કહી શકાય કે રાજ્યમાં ભરશિયાળામાં જ પાણીની કાપ કરવાનો વારો આવી ગયો છે.
  Published by:Kaushal Pancholi
  First published: