ઉના બસ સ્ટેન્ડ પર 47 લાખની રોકડ અને 18 લાખના દાગીનાની થઇ લૂંટ, દિલધડક દ્રશ્યો સીસીટીવીમાં કેદ

cctvમાંથી લેવાયેલી તસવીર

લૂંટની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કાર મળી આવી છે. ભાવનગર રોડ પર ગરાળના પાટિયા નજીક બિનવારસી હાલતમાં આ કાર મળી આવી છે.

  • Share this:
    ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આંગડિયા પેઢી કર્મી લૂંટાયાની ( loot in Una) ઘટના સામે આવી છે. ઉના બસ સ્ટેન્ડમાં આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ 5થી 6 લૂંટારૂઓએ આંગડિયા પેઢીના કર્મીને લૂંટીને ફરાર થઇ ગયા હતા. આમાં 47 લાખ રોકડ અને 18 લાખના દાગીનાની લૂંટ મચાવીને ફરાર થઇ ગયા છે. આ આખી ઘટના સીસીટીવીમાં (Una bus stand loot in CCTV) કેદ થઇ ગઇ છે. હાલ પોલીસે (Una Police) સીસીટીવીનાં આધારે આ લૂંટની તપાસ હાથ ધરી છે.

    લૂંટ સીસીટીવી કેમેરામાં થઇ કેદ

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઉના બસ સ્ટેન્ડ પરથી આજે વહેલી સવારે આંગડિયા પેઢીનો કર્મચારી ઉનાથી ભાવનગર જઈ રહ્યો હતો. આ દરમિયાન લૂંટારાઓએ ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારાઓ 47 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ લૂંટના સીસીટીવી પણ સામે આવ્યા છે જે તપાસમાં મહત્તવની ભૂમિકા ભજવશે.

    કાર બિનવારસી હાલતમાં મળી

    ઉનામાં વહેલી સવારે થયેલી લૂંટની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કાર મળી આવી છે. ભાવનગર રોડ પર ગરાળના પાટિયા નજીક બિનવારસી હાલતમાં આ કાર મળી આવી છે. લૂંટારાઓ આ કાર છોડીને ભાગી ગયા હોવાનું જણાઇ આવે છે.



    કર્મી લૂંટારુઓને રોકવાનો પ્રયત્ન કરે છે

    આ લૂંટના સીસીટીવીમાં જોઇ શકાય છે કે, આંગડિયા પેઢીના કર્મીને કેટલાક લૂંટારો ઉના બસ સ્ટેન્ડ પર લૂંટીને જતા રહે છે. તે બાદ લૂંટારૂંઓમાંથી એક વ્યક્તિ સફેદ રંગની કાર લઇને આવે છે અને તમામ તેમા બેસી જાય છે. આ કર્મચારી તેમની પાછળ ભાગતો પણ દેખાય છે. તે વ્યક્તિ લૂંટારુઓની કારને રોકવાનો પણ પ્રયત્ન કરે છે પરંતુ તે લોકો ભાગવામાં સફળ થઇ જાય છે.
    Published by:Kaushal Pancholi
    First published: