કચ્છ : બે પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઇ, માછીમારો ફરાર

News18 Gujarati
Updated: October 5, 2019, 2:29 PM IST
કચ્છ : બે પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઇ, માછીમારો ફરાર
પ્રતિકાત્મક તસવીર

આ ઝડપાયેલી બોટમાંથી માછીમારોનો સામાન મળી આવ્યો છે.

  • Share this:
મેહુલ માળી, કચ્છ : કચ્છનાં (Kutch) સિરક્રિકમાંથી BSFનાં પેટ્રોલિંગ દરમિયાન બે બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. પાકિસ્તાની (Pakistan) ફિશિંગ બોટમાં સવાર માછીમારો બોટ છોડીને સિરક્રિકમાંથી ભાગી છૂટ્યાં છે. જે બાદ સઘન સુરક્ષા ગોઠવીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ ઝડપાયેલી બોટમાંથી માછીમારોનો સામાન મળી આવ્યો છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે BSFનાં જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન સિરક્રિક પર એક શંકાસ્પદ હાલતમાં માછીમારી માટેની બે બોટ ઝડપાઇ હતી. આ બંન્ને બોટ પાકિસ્તાની છે. જેમાંથી પાકિસ્તાની ચીજવસ્તુઓ મળી આવી હતી. આ બોટમાં સવાર માછીમારો ફરાર થઇ ગયા હતાં. સિરક્રિકમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ચોટીલા : મહિલા સરપંચના પતિની દેશી બંદૂકના ભડાકે હત્યા

આખા દેશમાં એલર્ટ

નોંધનીય છે કે આઇબી દ્વારા જૈશેના કમાન્ડર ઉસ્માન દ્વારા ભારતનાં અલગ અલગ શહેરોમાં હુમલા કરવા માટે મિટીંગ કરવામાં આવી હતી. જેને પગલે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહવાના આદેશ પણ અપાયા છે. તેવા સંજોગોમાં સિરક્રિકમાંથી મળેલી બે બોર્ટને કારણે સુરક્ષામાં સઘન વધારો કરાયો છે.
First published: October 5, 2019
વધુ વાંચો
अगली ख़बर