રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં લોહીના પરિક્ષણ માટે ચીનના બે મશીન, રાજકારણ શરૂ


Updated: September 15, 2020, 6:55 PM IST
રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં લોહીના પરિક્ષણ માટે ચીનના બે મશીન, રાજકારણ શરૂ
પ્રતિકાત્મક તસવીર

ચીનની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા સરકાર લોકોને અપીલ કરે છે તેવા સમયે જ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોહીના પરિક્ષણ માટે ચીનના બે મશીન આવતા વિવાદ સર્જાયો

  • Share this:
રાજકોટ : એક તરફ ચીનની સરહદ પર તણાવભરી સ્થિતિ છે, ચીનની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા સરકાર લોકોને અપીલ કરે છે તેવા સમયે જ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોહીના પરિક્ષણ માટે ચીનના બે મશીન આવતા વિવાદ સર્જાયો છે. આ મશીન ચાઇનીઝ કંપનીના હોવાનું સામે આવ્યુ છે. 20 લાખની કિંમતના બે મશીન આવ્યા છે જેને કોવિડમાં હોલમાં રાખવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના જીએમએસસીએલ દ્રારા રાજ્યભરની મેડિકલ કોલેજોમાં આ મશીન મૂકવામાં આવ્યા છે જે કંપનીના આ મશીન છે તે કંપની ચાઇનીઝ કંપની છે. રાજ્યમાં આ પ્રકારના 16 થી 17 મશીન આવેલા છે જે અલગ અલગ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ ઉપ પ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ આ અંગે સરકાર પર સવાલો ઉભા કર્યા હતા. સરકાર દ્રારા એક તરફ ચાઇનીઝ કંપનીના બહિષ્કારની વાતો કરે છે ત્યારે બીજી તરફ ચીનની કંપનીને આવકાર આપે તે કેટલે અંશે યોગ્ય છે.

આ પણ વાંચો - બિલ ગેટ્સને આશા, જલ્દી મળશે કોરોનાની વેક્સીન, કહ્યું - ભારતના સહયોગની જરૂર

બીજી તરફ ભાજપે આ મુ્દ્દે કોંગ્રેસના આક્ષેપોને નકાર્યા હતા પરંતુ ચાઇનીઝ કંપનીને લઇને મગનું નામ મરી પાડ્યુ ન હતું જે સરકારના ચીન પ્રત્યેના પ્રેમને સરાજાહેર કરે છે. મહત્વનું છે કે જે કંપની દ્રારા આ મશીન તૈયાર કરવામાં આવ્યુ છે તે કંપનીની વર્ષ 1991માં ચીનમાં સ્થાપના થઇ હતી અને હાલમાં દરેક દેશમાં તેની બ્રાન્ચ ઓફીસો આવેલી છે.

ચીન વચ્ચેના સીમા વિવાદને લઇને ચીન બહિષ્કારની વાતો થઇ રહી છે પરંતુ રાજકોટ સહિત ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં આવેલા ચાઈનીઝ મશીને સરકારની પોલ ખોલી નાખી છે ત્યારે આ મુદ્દે સરકારે જવાબ આપવો એટલો જ જરૂરી છે.
Published by: Ashish Goyal
First published: September 15, 2020, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading