રાજકોટના જાંબાઝ PI, 20 દિવસમાં પરિવારના બે મોભી ગુમાવ્યા છતાં ફરજ પર હાજર

રાજકોટના જાંબાઝ PI, 20 દિવસમાં પરિવારના બે મોભી ગુમાવ્યા છતાં ફરજ પર હાજર
રાજકોટના જાંબાઝ પીઆઈ, 20 દિવસમાં પરિવારના બે મોભી ગુમાવ્યા બાદ પણ ફરજ પર હાજર

અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તરત જ તેઓ પોતાની ફરજ ઉપર હાજર થઇ ગયા

  • Share this:
રાજકોટ : રાજકોટ (Rajkot)સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના (Coronavirus)કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં છેલ્લા બે દિવસમાં કોરોના વાયરસના ત્રણ જેટલા પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. જોકે મહત્વની વાત તો એ છે કે આ ત્રણેય કેસ જંગલેશ્વર વિસ્તારમાં જ નોંધાયા છે. તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારના કેટલાક ભાગને બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે.

આ મહામારીમાં ઘણા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ છે જે કોરોના વોરિયર બની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે આવા જ એક કોરોના વોરિયર તરીકે સામે આવ્યા છે રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ. હડિયા. થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જી.એમ. હડિયાએ 20 દિવસ પૂર્વે તેમના પિતાને ગુમાવ્યા હતાં ત્યારે 20 દિવસમાં જ પિતા બાદ તેમને તેમના દાદાને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે દાદા ની અંતિમવિધિ સંપન્ન કરી તેઓ પોતાની લોકડાઉનની જવાબદારી એક પોલીસ ઇન્સ્પેકટર તરીકે બજાવી રહ્યા છે.આ પણ વાંચો - કોરોના સામેના જંગમાં રાજકોટનો સિંહ ફાળો, વેન્ટીલેટર બાદ સસ્તી કિંમતમાં PPE કીટ તૈયાર કરાઇ

ગત તારીખ 16 માર્ચ 2020 ના રોજ જી.એમ હડીયાના પિતા મનુભાઈનું અવસાન થયું હતું. Lockdownના કારણે અંતિમવિધિ ખૂબ જ સાદગીથી સંપન્ન કરવામાં આવી હતી


ગત તારીખ 16 માર્ચ 2020 ના રોજ જી.એમ હડીયાના પિતા મનુભાઈનું અવસાન થયું હતું. Lockdownના કારણે અંતિમવિધિ ખૂબ જ સાદગીથી સંપન્ન કરવામાં આવી હતી. પોતાના પિતાની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાની ફરજ માં જોડાયા હતા. જો કે બુધવારના રોજ તેમના દાદા ના અવસાનના સમાચાર સાંભળતા તેઓ તુરંત જ અંતિમ વિધિ પૂર્ણ કરવા માટે દોડી ગયા હતા. દાદાની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તરત જ તેઓ પોતાની ફરજ ઉપર હાજર થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે આ જ પ્રકારે રાજકોટ પોલીસ ના જાંબાઝ હીરો તરીકે રાજકોટના ડી.સી.પી મનોહરસિંહ જાડેજા સામે આવ્યા હતા. તેમના પુત્રને આંતરડાની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યો હોવા છતાં તેઓ પોતાની ફરજ ઉપર હાજર હતા.
Published by:News18 Gujarati
First published:April 09, 2020, 18:12 pm

ટૉપ ન્યૂઝ