રાજકોટ: શહેરમાં (Rajkot News) વધુ એક વખત ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો બન્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના કુવાડવા ગામે રહેતી 11 વર્ષીય સગીરા (gang rape on minor girl) પર બે જેટલા શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમા મહિલા પોલીસે વિશાલ રોરીયા અને કિશન દાદુકીયા નામના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, આ બંને આરોપીઓ માતાના પ્રેમીના પરિચિત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કુવાડવા પાસે આવેલા એક ગામમાં રહેતી તેમજ ધોરણ 6માં અભ્યાસ કરતી 11 વર્ષીય સગીરા શનિવારે બપોરે શાળાએથી છૂટીને પોતાના ઘરે જતી હતી. આ સમયે પીપળીયા ગામનો વિશાલ અને નાગલપરનો કિસન ત્યાં ધસી આવ્યા હતા. બાળકીને મોઢે ડૂમો દઇ તેને અવાવરું સ્થળે લઇ જવામાં આવી હતી. ત્યારબાદ બન્ને નરાધમો દ્વારા બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોતાની હવસ પૂર્ણ થતાં બાળકીને ત્યાં જ છોડીને આરોપીઓ નાસી ગયા હતા.
નરાધમોનો શિકાર બનેલી પીડિતાએ પોતાના ઘરે પહોંચી પોતાની માતા પાસે સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી. ત્યારે માતાએ પોતાની પુત્રીને સાંત્વના આપવાની જગ્યાએ અલ્પેશ નામના વ્યક્તિ સાથે મળીને બાળકીને ઘરમાં જ દોરડાથી બાંધી પ્લાસ્ટિકના પાઇપથી ફટકારી હતી.
જાણવા મળતી વિગત અનુસાર બાળકી બે બહેન અને એક ભાઈમાં મોટી છે. બાળકીના પિતા હયાત નથી. તેમજ કુવાડવા પાસે આવેલા ગામે બાળકી અને તેનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે. બંને શખ્સો દ્વારા બળજબરીપૂર્વક આચરવામાં આવેલા દુષ્કર્મથી ગભરાયેલી તેમજ માતાના વર્તનથી ત્રાસી ગયેલી બાળકી રાત્રે પોતાના ઘર બહાર રડતી હતી. આ સમયે તેના મકાન માલિકની તેના પર નજર પડી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે બાળકીને રડવાનું કારણ પૂછતા બાળકીએ પોતાની સાથે દુષ્કર્મની ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું.
મકાન માલિક રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલ મુસ્તાકભાઈ બેલીમની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં બાળકીને ન્યાય અપાવવાની અપીલ કરી હતી. સમગ્ર મામલે સામાજિક કાર્યમાં મુસ્તાકભાઈ બેલીમ બાળકીને લઈ કુવાડવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પીઆઇ ભાર્ગવ જનકાત સમક્ષ સમગ્ર બનાવ અંગે વાતચીત કરી હતી. બાળકીએ કુવાડવા પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, પીપળીયાનો વિશાલ અને નાગલપર અવારનવાર તેને ઉઠાવી જતો હતો અને અગાઉ પણ અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.
સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તપાસમાં એક નવો જ ફણગો ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે. બાળકીના પિતાના અવસાન થઈ ચુક્યુ છે અને હાલમાં તેની માતા અલ્પેશ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે. બાળકી સાથે જે બંને શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોય તે બંને અલ્પેશના પરિચિત હોવાથી બંનેના નામ આવતા બાળકીને તેની માતાએ પોતાના પ્રેમી અલ્પેશ સાથે મળીને દોરડા વડે બાંધીને માર માર્યો હતો. તેમજ સમગ્ર મામલો પોલીસ સુધી ન પહોંચે તે મામલે પણ અથાગ પ્રયત્ન કર્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર