Home /News /gujarat /

તુવેર કાંડ : રજિસ્ટ્રેશન વગરની કેટલીક બોરીઓમાંથી નીકળ્યો હલકી ગુણવત્તાનો માલ

તુવેર કાંડ : રજિસ્ટ્રેશન વગરની કેટલીક બોરીઓમાંથી નીકળ્યો હલકી ગુણવત્તાનો માલ

વિસાવદરમાં પણ તુવેરમાં ભેળસેળ કરાઈ હોવાના આરોપના પગલે સરકારે માલની ચકાસણી કરાવી હતી.

અધિકારીઓએ લાંબી રાહ જોઈ ત્યાર બાદ સરકારના ગ્રેડર આવ્યા, એક તબક્કે ગ્રેડર અને અધિકારી વચ્ચે રકઝક પણ થઈ, વિસાવદરમાં પણ કેશોદ જેવું કૌભાંડ થયું હોવાનો ધારાસભ્ય રીબડીયાનો આક્ષેપ

    હરિન માત્રવાડિયા, વિસાવદર : વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ શનિવારે વિસાવદર યાર્ડમાં ખરીદાયેલી તુવેરમાં પણ ભેળસેળ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરમાંથી કેશોદ યાર્ડની ખરીદીમાં 3000 કરતાં વધારે બોરી ખરાબ તુવેરની મળી આવી હતી. આ ઘટના બાદ રાજ્ય સરકારે 7વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ કરી હતી. જોકે, આ તુવેર કાંડમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે જૂનાગઢના સાવદર મત વિસ્તારના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ઝંપલાવ્યું. રીબડીયા શનિવારે વિસાવદરમાં ખરીદાયેલી તુવેરમાં પણ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરી ઉપવાસ ઉપર બેસ્યા હતા. આ ઘટનાના પગલે સરકારે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ખરીદાયેલા તુવેરના જથ્થાની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. રવિવારે વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં લાંબા ઇન્તેજાર બાદ સરકારી ગ્રેડરો આવી પહોંચ્યા હતા જેમણે માલની ચકાસણી કરી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ યાર્ડમાં રહેલી તુવરમાંથી કેટલીક બોરીઓમાંથી રજિસ્ટ્રેશન નંબર વગરની કેટલીક બોરીઓમાંથી હલકી ગુણવત્તાનો માલ મળી આવ્યો હતો.

    આ પણ વાંચો :  પેપ્સીકો મામલો: રાજ્ય સરકાર ખેડૂતોના વ્હારે, સરકારી વકીલો ખેડૂતો માટે લડશે કેસ

    રીબડીયાના ઉપવાસના પગલે સરકારે વિસાવદર યાર્ડમાં રખાયેલી તુવેરની તપાસના આદેશ આપ્યા છે. સરકારના આદેશ મુજબ આજે ગુજરાત પુરવઠા નિગમના અધિકારી, પોલીસ અધિકારી અને કલેક્ટર તેમજ એમએલએ રીબડીયાની હાજરીમાં યાર્ડમાં રખાયેલી તુવેરના સેમ્પલ લેવાશે અને તેની તપાસ કરાશે. જોકે, આ તપાસ શરૂ થાય તે પૂર્વ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં એમએલએ રીબડીયાએ આક્ષેપ કર્યો હતો કે વિસાવદર યાર્ડમાંથી હલકી ગુવત્તાની તુવરેની 3-5 જેટલી ગાડી ભરીને માલ સગેવગે કરી લેવાયો છે, આ કોના ઈશારે કાઢી લેવાયો અને તેમાં કોણ સંડોવાયેલા છે તેની તપાસ થવી જોઈએ

    આ પણ વાંચો : જૂનાગઢ: તુવેરકાંડ બબાલ, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

    હર્ષદ રીબડીયાએ જણાવ્યું, “પાંચ ગાડી માલ મૂકાવી દેવામાં આવ્યો છે, આ પણ એટલો જ ખરાબ માલ છે. આ કૌભાંડીયા જે કોઈ પણ હોય તેની સામે પગલાં ભરાવા જોઈએ. અહીંયાથી ઉઠાવેલો માલ અહીંયા પરત આવવો જોઈએ. હું ઉપવાસ પર બસેલો હતો ત્યારે મને ખાત્રી આપવામાં આવી હતી કે સેમ્પલીંગ થશે. અમે જનતા રેડ અહીંયા જ કરી હતી અને અહીંયાથી 3-5 ગાડી માલ ઉપાડી લેવામાં આવ્યો છે. નિગમના અધિકારીઓ, મામલતદાર, પોલીસ અને હું અહીંયા સાથે રહીને તપાસ કરીશું. ખેડૂતોનો ચાંદી જેવો માલ લેતા નથી પરંતુ આ મિક્સિંગ કરેલો માલ છે અહીંયા લેવાયો છે. અહીંયા 24,000 જેટલી બોરી હતી તેમાંથી 5 ગાડી માલ ઉપાડી લેવામાં આવ્યો છે.”
    Published by:Jay Mishra
    First published:

    Tags: Harshad Ribadiya, આરોપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन