Home /News /gujarat /

રાજકોટ : હત્યાનો પ્રયાસ-ફાયરિંગ કરવાના ગુનામાં 3 ઝડપાયા, નિવૃત્ત પોલીસના પુત્ર સહિત 2 પોલીસ પકડથી દૂર!

રાજકોટ : હત્યાનો પ્રયાસ-ફાયરિંગ કરવાના ગુનામાં 3 ઝડપાયા, નિવૃત્ત પોલીસના પુત્ર સહિત 2 પોલીસ પકડથી દૂર!

આરોપીઓની તસવીર

Rajkot Crime news: રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીક બ્રિજરાજ સિંહ ચુડાસમા નામની વ્યક્તિ પોતાનું છોટાહાથી વાહન રોંગ સાઈડમાં ચલાવીને જઈ રહ્યો હતો.

રાજકોટ: શહેરમાં (Rajkot) શુક્રવારે મોડી રાત્રે ચેતન રાઠોડ નામના યુવાનની હત્યા નીપજાવવાનો (try to murder) પ્રયાસ તેમજ હવામાં ફાયરિંગની (firing in Rajkot) ઘટના બની હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ (Gandhigram Police station) દ્વારા પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસે ગણતરીની કલાકોમાં સચિન વલ્લભભાઈ બાબરીયા, દિપક વલ્લભભાઈ બાબરીયા તેમજ વીરભદ્રસિંહ કિશોરસિંહ જાડેજા ની ધરપકડ કરી છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા સમગ્ર મામલે આઈપીસીની કલમ 307, 323, 504, 114 તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીક બ્રિજરાજ સિંહ ચુડાસમા નામની વ્યક્તિ પોતાનું છોટાહાથી વાહન રોંગ સાઈડમાં ચલાવીને જઈ રહ્યો હતો. આ સમયે ચેતન રાઠોડના ભાઈ સતીશ રાઠોડ, બ્રિજરાજસિંહ ચુડાસમાને વાહન બરાબર ચલાવવાનું કહ્યું હતું. સમગ્ર મામલે બંને પક્ષે બોલાચાલી થતા આરોપી બ્રિજરાજ સિંહ ચુડાસમા, યુવરાજ સિંહ ચુડાસમા, વીરભદ્રસિંહ કિશોરસિંહ જાડેજા તેમજ સચિન બાબરીયાએ સતીશ રાઠોડને ગાળો આપી તેની સાથે ઝઘડો કર્યો હતો.

આ પણ વાંચો - પોલીસની ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ એટલે કમાણીનું સાધન, તોડ કરવા અપહરણ કરી પૈસા પડાવનાર પોલીસ ઝડપાઇ

યુવરાજ સિંહ ચુડાસમાએ થાર ગાડીમાંથી રિવોલ્વર કાઢી સતીશને માથાના ભાગે રિવોલ્વરનો હાથો પણ માર્યો હતો. તેમજ બાદમાં દિપક વલ્લભભાઈ બાબરીયા નામનો વ્યક્તિ આવી જતા તેણે ચેતન રાઠોડ અને સતીશ રાઠોડને માથાના ભાગે તેમજ હાથ અને પગના ભાગે ઇજા પહોંચાડી માર માર્યો હતો. ત્યારે હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા બ્રિજરાજ સિંહ ચુડાસમા અને યુવરાજ સિંહ ચુડાસમાની શોધખોળ કરવામાં આવી રહી છે.

ફરિયાદીની તસવીર


આ પણ વાંચો - ઘોર કળિયુગ! રાજકોટમાં 5 દિવસની દીકરીની તબિયત નાજૂક થતા માતા-પિતા ભાગી છૂટ્યા, બાળકીનું મોત

ન્યુઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપી વીરભદ્રસિંહ કિશોરસિંહ જાડેજા વિરુદ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો છે. જ્યારે કે સચિન વલ્લભભાઈ બાબરીયા વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2018 માં આઈપીસીની કલમ 279, 337, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તેમજ દીપકભાઈ બાબરીયા વિરુદ્ધ પડધરી પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2020માં મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે કે આરોપી યુવરાજસિંહ રવુભા ચુડાસમા વિરુદ્ધ જોડીયા, જામનગર, રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં જુદા જુદા સાત જેટલા ગુના અત્યાર સુધીમાં નોંધાઈ ચુક્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, ક્રાઇમ સમાચાર, ગુજરાત, રાજકોટ

આગામી સમાચાર