ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટ્રક ડ્રાઇવરો માટે પાંચ લાખ રૂપિયાની વીમા પોલિસી કઢાવી

News18 Gujarati
Updated: November 30, 2019, 6:55 PM IST
ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટ્રક ડ્રાઇવરો માટે પાંચ લાખ રૂપિયાની વીમા પોલિસી કઢાવી
તસવીર પ્રતિકાત્મક છે.

કચ્છ ટ્રક એસોસીએશન દ્વારા ૨૦૦૦ જેટલાં ટ્રક ચાલકોને  વીમા પોલીસીનું કવચ પૂરૂ પાડવાના આશય સાથે તેનું પ્રિમીયમ સંસ્થા દ્વારા ભરવામાં આવે છે.

  • Share this:
કચ્છ: ટ્રાન્સપોર્ટ એસોશિએશને ટ્રક ડ્રાઇવરોના પાંચ લાખ રૂપિયાના વીમા કઢાવ્યાં ભુજ:  માર્ગો ઉપર ટ્રક, વાહન ચાલકો દ્વારા ખૂબ જાગૃતતા અને શિસ્તથી વાહનો ચલાવાય અને કાયદાકીય નિયમોનું ચોક્કસતાથી પાલન કરાય તો ઘણાં બધાં અકસ્માતો થતાં અવશ્ય ટાળી શકાય તે માટે ટ્રાન્સપોર્ટ વર્ગ અને પોલીસ બંનેની મોટી સામાજીક જવાબદારી પણ છે, તેમ આજે કચ્છ જિલ્લા ટ્રક એસોસીએશન દ્વારા ભુજના નળવાળા સર્કલ મધ્યે ટ્રક ડ્રાયવરોને રૂ. પાંચ લાખની વીમા પોલીસી અર્પણ કરવાના કાર્યક્રમને સંબોધતા રાજયમંત્રી  વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.

આ પ્રસંગે સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહિર તેમજ બોર્ડર રેન્જના આઇ.જી. સુભાષ ત્રિવેદીના હસ્તે ટ્રક ડાયવરોને રૂ. પાંચ લાખની વીમા પોલીસી અર્પણ કરાઇ હતી.

વાસણભાઈ આહિરે અકસ્માત સમયે મૃત્યુ પામનાર ટ્રકચાલકના પરિવારને વીમા પોલીસીની સુરક્ષા આપવાની કચ્છ જિલ્લાના ટ્રક એસોસિએશને ખૂબ સારી પહેલ કરી છે, ત્યારે બીજા જિલ્લાના ટ્રક એસોસીએશન પણ જવાબદારી ઉપાડી લે તે માટેના પ્રયાસો કરાશે.

ટ્રક ચાલકોની મેડીકલ સારવાર માટે પણ ટ્રક એસોસીએશન આગળ વધે તે માટે પોલીસ અને આર.ટી.ઓ.ને સાથે રાખીને સમયાંતરે આરોગ્ય અને આંખની ચકાસણી માટેના મેડીકલ કેમ્પ યોજવા પણ આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે કચ્છ બોર્ડર રેન્જના આઇ.જી. સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પોલીસનું કામ પ્રજાને સલામતી આપવાનું છે. રોડ ઉપર સંચલન યોગ્ય હોય, સુશાસિત હોય એ જોવાની જવાબદારીના ભાગરૂપે ઉપભોકતા ખાસ કરીને ટ્રકના ડ્રાયવરમિત્રો તેનો ઉપયોગ કરે છે, ત્યારે એમની સાથે પોલીસ વિભાગનું સંકલન રહે એ પણ એટલું જ મહત્વનું છે. સરકાર દ્વારા કરોડોના ખર્ચે માર્ગ નિર્માણ કરાઇ રહ્યું છે, ત્યારે અકસ્માતોનું પ્રમાણ નામશેષ થાય અને અમુલ્ય માનવ જીવન બચાવી શકીએ તે દિશામાં એકમેક તમામ તંત્રના સંકલનથી કામ કરવા તેમજ કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચાર માટે પોલીસ વિભાગની હેલ્પલાઇનનો ઉપયોગ કરવા સાથે ડ્રાયવરમિત્રોને કાયદાનું પાલન કરવા પણ આ તકે અનુરોધ કર્યો હતો અને કચ્છ જિલ્લા ટ્રક એસોસીએશન દ્વારા ડ્રાયવરોને વીમા પોલીસી આપવાની યોજનાને સુંદર પહેલ તરીકે ગણાવી હતી.

કાર્યક્રમના પ્રારંભે કચ્છ જિલ્લા ટ્રક એસોસીએશનના પ્રમુખ ડો. નવઘણભાઈ આહિરે સ્વાગત કર્યું  હતું. કચ્છ ટ્રક એસોસીએશન દ્વારા ૨૦૦૦ જેટલાં ટ્રક ચાલકોને  વીમા પોલીસીનું કવચ પૂરૂ પાડવાના આશય સાથે તેનું પ્રિમીયમ સંસ્થા દ્વારા ભરવામાં આવતું હોવાનું તેમજ અત્યાર સુધીમાં ૧૪૦૦ ડ્રાયવરમિત્રોને આવરી લેવાયાં સાથે ૩ અકસ્માતના કિસ્સામાં પરિવારને વીમા કવચ પુરૂ પડાયું હોવાનું પણ જણાવ્યું હતું.
First published: November 30, 2019, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading