Video : રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને વૉર્ડને આધેડ સાથે ઝપાઝપી કરી, તપાસના આદેશ

News18 Gujarati
Updated: September 24, 2019, 6:16 PM IST
Video : રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને વૉર્ડને આધેડ સાથે ઝપાઝપી કરી, તપાસના આદેશ
તસવીર : વીડિયો ગ્રેબ

રાજકોટ શહેરના (Rajkot) શહેરના લીમડા ચોક (Limada Chowk) વિસ્તારની ઘટના, પોલીસે તપાસના આદેશ આપ્યા

  • Share this:
અંકિત, પોપટ , રાજકોટ : રાજકોટમાં (Rajkot) ફરીથી ટ્રાફિક પોલીસ (Traffic Police) અને વૉર્ડન (Warden)ની દાદાગીરી સામે આવી છે. શહેરના લીમડા ચોક વિસ્તારમાં ટ્રાફિક વૉર્ડન અને જવાને સિનિયર અધિકારીની હાજરીમાં એક આધેડ સાથે ઝપાઝપી કરી હોવાનો વીડિયો (Video) વાયરલ થયો છે. વાયરલ વીડિયો ઉતારનાર શખ્સ કૉંગ્રેસનો કાર્યકર્તા હોવાનું કહી રહ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસના આદેશ આપ્યા છે.

વાયરલ વીડિયોમાં ટ્રાફિક વૉર્ડન અને જવાને એક આધેડ સાથે પાર્કિગના મામલે મારામારી કરી હોવાનું જોવા મળે છે. આ મામલે રાજકટોના નાયબ કમિશનર ઑફ પોલીસ મનોહરસિંહ જાડેજા દ્વારા ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસને તપાસ સોંપવામાં આવી છે. એ.સી.પી આ વીડિયોના મામલે તપાસ કરશે. ઇન્ચાર્જ એ.સી.પી.ના જણાવ્યા અનુસાર જે કોઈ પણ કસૂરવાર હશે તેમની સામે કાર્યવાહી કરાશે.
First published: September 24, 2019, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading