ભુજ: સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત ભારત સરકારના બેઝલાઇન સર્વે ૨૦૧૨માં છુટી ગયેલા શૌચાલય વિહોણા લાભાર્થીઓને નવીન શૌચાલયની સુવિધા આપવાનું નકકી કરવામાં આવેલું છે.
શૌચાલય દીઠ રૂ.૧૨,૦૦૦/- સહાય મળવા પાત્ર છે. આવા શૌચાલય વિહોણા લાભાર્થીઓના નામની યાદી ગ્રામ પંચાયત કક્ષાએ ઉપલબ્ધ છે. આપનું નામ યાદીમાં સમાવેશ હોઇ તેની ચકાસણી કરી સાધનિક કાગળો તૈયાર કરી ગ્રામ પંચાયત મારફતે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વહીવટી મંજુરી માટે રજુ કરવાના રહેશે.
તાલુકા વિકાસ અધિકારી કક્ષાએથી વહીવટી મંજુરી મેળવી આ તમામ લાભાર્થીઓને તેમના ઘરે તા.૩૦/૬/૨૦૧૯ પહેલા શૌચાલયનું નિર્માણ કરવાનું રહેશે. જે લાભાર્થીઓના ઘરે શૌચાલયનું નિર્માણ કરવામાં આવે તે તમામ શૌચાલય સ્વચ્છ ભારત મિશન (ગ્રા) ની ગાઇડલાઇન મુજબ પાકા બે શોષખાડાવાળા સ્ટ્રકચર હાથ ધોવાની સગવડ અને પાણી સંગ્રહ માટેની ચણતર સાથે જોડાયેલી પાણીની ટાંકીની વ્યવસ્થા સાથેના શૌચાલય બનાવવાના રહેશે.
શૌચાલયનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેનું જિઓ ટેગીંગ અને ઓનલાઇન એમઆઇએસ ઉપર ભૌતિક અને નાણાકીય એન્ટ્રીય કરવા માટે તાલુકા કક્ષાએ રજુ કરવાનું રહેશે.
વધુમાં લાભાર્થીઓને સહાય માટે જરૂરી આધાર પુરાવા, બેંક પાસબુકની નકલ અને લાભાર્થી સાથેના શૌચાલયનો ફોટોગ્રાફસ તાલુકા કક્ષાએ તા.૩૦/૬/૨૦૧૯ પહેલા રજુ કરવાના રહેશે. તા.૩૦/૬/૨૦૧૯ પછી શૌચાલયનું ચૂકવણું કરવામાં આવશે નહીં. તેની તમામ લાભાર્થીઓએ નોંધ લેવી અને બાકી રહેલા તમામ શૌચાલયો સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભુજ-કચ્છ દ્વારા જણાવ્યું છે.
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા આજે કચ્છમાં
પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયા આજથી એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ બપોરે ૧૨.૩૦ કલાકે રામેશ્વર-રામદેવજી મંદિર ગ્રાઉન્ડ, નખત્રાણા-કચ્છ ખાતે જયવીર માંધાતા પશ્ચિમ કચ્છ કોલી સમાજ દ્વારા આયોજિત ‘‘તૃતિય સમૂહ લગ્ન મહોત્સવ-૨૦૧૯’’ ના કાર્યક્રમમાં હાજરી આપશે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર