Home /News /gujarat /

રાજકોટ : 'તોફાની રાધા'ને પોલીસે બનાવી દીધી ડાહી, જુઓ કેવા કેવા બનાવ્યા છે વીડિયો

રાજકોટ : 'તોફાની રાધા'ને પોલીસે બનાવી દીધી ડાહી, જુઓ કેવા કેવા બનાવ્યા છે વીડિયો

ઇન્સ્ટાગ્રામમાં અનેક વીડિયો બનાવ્યા છે.

Tofani Radha news: એક વીડિયો તેને રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે એક વાઇરલ થયેલો વિડિયોમાં તોફાની રાધા ગાંજા જેવા પદાર્થ સાથે દેખાઈ રહ્યા છે.

રાજકોટ: શહેરના (Rajkot) પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા એક યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ યુવતી ઇન્સ્ટાગ્રામમાં 26,000થી પણ વધુ ફોલોવર્સ ધરાવે છે. યુવતીએ Instagram માં પોતાનું નામ તોફાની રાધા (tofani radha) રાખ્યું છે. તો સાથો સાથ પોતાના નામનું ડિસ્ક્રિપ્શન આપતા બાયોમાં જણાવે છે કે, હા હું વાયડી છું, તોફાની તો પહેલેથી જ મારા કાનુડાની. ત્યારે તોફાની રાધાને પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવવો ભારે પડ્યો હોવાની વાત સામે આવી છે.

તોફાની રાધાના હાલ સોશિયલ મીડિયામાં જુદાજુદા ત્રણ જેટલા વીડિયો વાયરલ થયા છે. એક વીડિયો તેને રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે એક વાઇરલ થયેલો વિડિયોમાં તોફાની રાધા ગાંજા જેવા પદાર્થ સાથે દેખાઈ રહ્યા છે. જયારે કે અન્ય એક વીડિયોમાં તોફાની રાધા જેતપુર ટોલનાકાનું બેરિયર તોડતી હોઈ તે પ્રકારના દ્રશ્યો કેદ થયા છે.

સમગ્ર મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, વાયરલ થયેલા વીડિયો મામલે Instagram માં તોફાની રાધા નામે એકાઉન્ટ ધરાવનારી યુવતીની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે તેના પરિવારજનોને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. યુવતીની પ્રાથમિક પૂછપરછમાં યુવતીએ પ્રદ્યુમન નગર પોલીસ મથકવાળો વીડિયો આજથી આશરે બેથી અઢી વર્ષ પૂર્વે બનાવ્યો હોવાનું તેણીએ જણાવ્યું છે.



પતિ ઘરમાં સૂઇ રહ્યો હતો ને પત્નીની પ્રેમી સાથે ચાલી રહી હતી પ્રેમલીલા

ઉલ્લેખનીય છે કે, તોફાની રાધાના Instagram એકાઉન્ટમાં અનેક વિવાદાસ્પદ વીડિયો તેમજ ફોટો જોવા મળી રહ્યા છે. તોફાની રાધા ચલમ પી રહી હોય ઇંગ્લિશ દારૂની જુદી જુદી બોટલો સાથે પણ તેના ફોટા જોવા મળી રહ્યા છે. પોતે જાણે કે, એક લેડી ડોન હોય તે પ્રકારનો માહોલ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા ફોટો તેમજ વીડિયો મારફતે ઊભો કર્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, ગુજરાત પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन