Home /News /gujarat /

Kutch: સમાજના અસ્થિત્વને ટકાવી રાખવા જૈન સમાજે 'હમ દો હમારે દો તીન' યોજના શરૂ કરી

Kutch: સમાજના અસ્થિત્વને ટકાવી રાખવા જૈન સમાજે 'હમ દો હમારે દો તીન' યોજના શરૂ કરી

સમાજની આ યોજનાએ અનેક સમાજોમાં ચર્ચા જગાવી છે

પોતાના સમાજની ઘટતી જતી વસતીને ફરી એક વાત વધારી સમાજનો વ્યાપ વધારવા કચ્છના મુન્દ્રા તાલુકાના બા ગામના ક.વિ.ઓ. જૈન સમાજે હમ દો હમારે દો તીન યોજના અંતર્ગત રૂ. 10 લાખના પ્રોત્સાહનની જાહેરાત કરી.

    Kutch: વસતી વધારો (Overpopulation) એ ભારત માટે એક પડકાર બની રહ્યું છે ત્યારે અનેક વર્ષોથી સરકાર દ્વારા પણ વસતી નિયંત્રણ (Population Control) માટે અનેક પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. પણ સમગ્ર દેશની વસતીમાં વધારા વચ્ચે કચ્છના એક સમૃદ્ધ સમાજ (Kutch Community) દ્વારા પોતાની ઘટતી વસતીને વધારવા એક અનોખી યોજના શરૂ કરવામાં આવી છે. 'હમ દો હમારે દો તીન'ના નારા સાથે કચ્છના બારોઇ ક.વિ.ઓ. જૈન સમાજ (KVO Jain Community) દ્વારા પોતાના સમાજનું અસ્તિત્વ ટકાવી રાખવા અને સમાજનું વ્યાપ વધારવા એકથી વધારે સંતાનના જન્મ પર રૂ. 10 લાખ સુધીનું પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી છે.

    દેશમાં અનેક સમાજ પોતાની ઘટતી જતી વસતીથી પરેશાન છે. અને સમાજ અને ધર્મને ટકાવી રાખવા પ્રયત્નો કરી રહ્યા છે. આવી જ રીતે મુન્દ્રા તાલુકામાં બારોઇ કચ્છી વિસા ઓસવાળ જૈન સમાજમાં ઘટતી જતી વસ્તીને લઈને પ્રશ્ન ઊભો થયો છે.

    માટે સમાજમાં વસતી વધારવા નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. પ્રતિદિન ઘટતી જતી વસ્તીમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે બારોઇ ક.વિ.ઓ. જૈન સમાજે ઐતહાસિક નિર્ણય લઇ સંતાનની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ અભિયાન હાથ ધરી સમગ્ર જિલ્લાના જૈનો માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    આ અભિયાન મુંબઈગરા ક.વિ.ઓ જૈન મહાજન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 'હમ દો હમારે દો-તીન' અભિયાનના ભાગરૂપે સમાજમાં બીજા અને ત્રીજા સંતાનના જન્મ બાદ વાલીઓને રૂ. 1,00,000 અને દર જન્મ દિવસે રૂ. 50,000 મળી 18મા વર્ષ સધુ કુલ 10 લાખની સહાય અપાશે. આ અભિયાનની પત્રિકા સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ છે.

    આ અભિયાન મુજબ યુવા વર્ગને પ્રોત્સાહન આપવા સાથે આર્થિક રીતે સહયોગી થવાની નેમ સાથે દંપતીને બીજા સંતાનના જન્મ વખતે રૂ. એક લાખ અને અઢાર વર્ષ સુધી જન્મદિન નિમિતે રૂ. 50 હજાર મળી કુલ રૂ. 10 લાખની સહાય આપવાનો નિર્ણય લીધો છે. અભિયાન હમ દો હમારે તીનના સૂત્ર અંતર્ગતનો લાભ 1-1-2023 પછી જન્મેલા દરેક બીજા સંતાનને મળશે. તેમજ ત્રીજા સંતાન માટે પણ સમાન યોજના લાગુ પડશે.

    આ પણ વાંચો:Kutch: કચ્છની એ રમત જે કોમી એકતાનું પ્રતિક બની છે! જાણો બખમલાખડા વિશે

    બારોઇ ક.વિ.ઓ. જૈન સમાજના સેક્રેટરી અનિલભાઈ કેનિયાએ સમાજના નોંધણી પત્રક પરથી છેલ્લા ત્રણ વર્ષમાં બારોઇ જૈન મહાજનની વસ્તીમાં 10 ટકા સુધીનો ઘટાડો થયો હોવાની જણાવ્યું હતું. વિશેષમાં પરિવાર સિમિત થતાં આગામી સમયમાં માતા-પિતાની લેખરેખ કોણ કરશે જેવી સંવેદનશીલ બાબતોને નજરમાં રાખીને આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર