રાજકોટ : ઓડ-ઇવન પદ્ધતિ અમલી કરાવવા 1 અને 2 અંક લખેલા સ્ટીકર દુકાન પર લગાડાશે


Updated: May 19, 2020, 4:13 PM IST
રાજકોટ : ઓડ-ઇવન પદ્ધતિ અમલી કરાવવા 1 અને 2 અંક લખેલા સ્ટીકર દુકાન પર લગાડાશે
રાજકોટ : ઓડ-ઇવન પદ્ધતિ અમલી કરાવવા 1 અને 2 અંક લખેલા સ્ટીકર દુકાન પર લગાડાશે

આવતીકાલ સુધીમાં રાજકોટ શહેરના બજારની 65,000 જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી પૂર્ણ થઇ જશે. આ પછી બાદ સ્ટીકર મુજબ દુકાનો ખોલવાની રહેશે

  • Share this:
રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા શહેરની દુકાનો ખોલવા માટે ઓડ-ઇવન પદ્ધતિ અમલી બનાવવા સુચના આપી છે તે મુજબ મનપા દ્વારા ગઈકાલે તાત્કાલિક ધોરણે દુકાનદારોએ પોતાના પ્રોપર્ટીકાર્ડના નંબર મુજબ એકી અને બેકી મુજબ દુકાનો ખોલવાનો આદેશ કર્યો હતો. જયારે આજે હવે પ્રોપર્ટી કાર્ડના ફોર્મ્યુલામાં ઘણા બધા પ્રશ્નો ઉભા થતા મનપા કમિશ્નર અને ચેમ્બર પ્રમુખ વચ્ચે એક બેઠક મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું કે આવતીકાલ સુધીમાં શહેરની મુખ્ય બજારમાં દુકાનો ઉપર સ્ટીકર મારી દેવામાં આવશે.

એટલે કે એક અને બે નંબર લખેલા સ્ટીકર મારવામાં આવશે, એક નંબર ના સ્ટીકર વાળી દુકાન એકી સંખ્યાની તારીખમાં ખુલશે જયારે બે નંબર લખેલી દુકાન બેકી તારીખમાં ખુલશે. બંને સ્ટીકરના કલર પણ અલગ અલગ રાખવામાં આવ્યા છે. એક નંબરના સ્ટીકરમાં પીળો જયારે બે નંબર ના સ્ટીકરમાં બ્લુ કલર રાખવામાં આવ્યો છે. સ્ટીકર લગાડવાની કામગીરીમાં મનપાના કર્મચારીઓ હાજર રહેશે. આવતીકાલ સુધીમાં રાજકોટ શહેરના બજારની 65,000 જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી પૂર્ણ થઇ જશે. આ પછી બાદ સ્ટીકર મુજબ દુકાનો ખોલવાની રહેશે.

આ પણ વાંચો - BigNews : નીતિન પટેલનું મોટું નિવેદન, 'કન્ટેનમેન્ટ ઝોન સિવાય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી'જ્યાં સુધી સ્ટીકર નથી લગાવ્યા ત્યાં સુધી પ્રોપર્ટી કાર્ડ નંબર આધારે દુકાનો ખુલશે તેવો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે. મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી રાજકોટ શહેરની પરિસ્થતિની માહિતી આપી હતી અને દુકાનો વિષે પણ માહિતી આપી હતી.

રાજકોટનું શહેરી જીવન પુનઃ ધબકતું થયુંરાજ્યમાં લોકડાઉન 4 માં ધંધા રોજગારને ખુલ્લા મુકવાના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો લાખ-લાખ આભાર માનતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે રાજકોટમાં દિવાળી જેવો માહોલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેપારી અને નાના ઉદ્યોગકારોમાં ખુબ આનંદ જોવા મળી રહ્યો છે. વ્યવસાય રોજગાર ખુલતા લોકોને હવે આર્થિક સધિયારો મળી રહેશે. લોકોને જરૂરી વસ્તુઓ બજારમાંથી મળી રહેશે. 58 દિવસના લોકડાઉન બાદ ઘરની બહાર નીકળવાની અને ધંધા રોજગારની છૂટ મળતા રાજકોટનું હ્યદય ધબકતું થયું છે

મોબાઈલ શોપ ધરાવતા ચિરાગભાઈ આહીરે મોબાઈલ શોપ ખોલવાની ખુશી જાહેર કરી રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર માન્યો હતો, તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન થતા ધંધા રોજગાર બંધ હતાં. આવક બંધ થઈ ગઈ હતી ને માનસિક હતાશા આવી ગઈ હતી. હવે આજે પહેલા દિવસે દુકાને આવી ખુબ સારું લાગે છે. મોબાઈલ રિચાર્જ અને એસેસરીઝની ખુબ ડિમાન્ડ હોય છે. દુકાન ખુલતાં જ લોકો આવી રહ્યા છે અને તમામ વેપારીઓનો રોજગાર પહેલા જેવો જ ચાલવા લાગ્યો છે.

લોકડાઉન 4 માં ઓટો રિક્ષાને ખાસ છૂટછાટ આપવમાં આવતા રિક્ષા ચાલકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. રિક્ષા ચાલાક કનૈયાલાલ રાવલ બે મહિના જેટલા સમય બાદ ઘર બહાર રિક્ષા લઈને નીકળ્યા છે. આજથી હવે પેસેન્જર ફેરી શરુ થતા ઘર ખર્ચ ઉપરાંત માસિક 2500 રુપિયાનો રિક્ષાનો હપ્તો પણ ભરવામાં આસાની રહેશે.
First published: May 19, 2020, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading