રાદડિયાનો TikTok વીડિયો વાયરલ, 'કરૂ હું પટેલની વાત પાવર ઓ પાટીદાર..'

તસવીર : વીડિયો ગ્રેબ

જામકંડોરણા છાત્રાલયમાં સાયકલ ચલાવી રહેલા કૅબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો વીડિયો સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે.

 • Share this:
  મુનાફ બકાલી, જામકંડોરણા : સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાન (Patidar Leader) અને કૅબિનેટ મંત્રી (cabiner Minister) જયેશ રાદડિયા (Jayesh Radadiya)નો Tiktok વીડિયો સૌરાષ્ટ્રના વોટ્સએપ ગ્રુપોમાં ખૂબ વાયરલ થયો છે. રાદડિયા વીડિયોમાં સાયકલ ચલાવી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં પાટીદારોની ગાથા વર્ણવતું ગીત સંભળાય છે.

  આ વીડિયોોમાં જે ગીત સંભળાઈ રહ્યું છે તેના શબ્દોમાં પણ પાટીદારોની ગાંથા સંભળાય છે. 'કરૂં હું પટેલની વાત પાવર ઓ પાટીદાર... પટેલ કો કે પાટીદાર...' આ ગીત યૂ ટ્યૂબ પર પાટીદારનો પડકાર નામના ટાઇટલથી જોવા મળે છે, જેના ગાયક સાગર પટેલ છે.

  આ પણ વાંચો :  ફટાકડા ફુટ્યા છતાં અમદાવાદનું હવામાન શુદ્ધ રહ્યું, શું છે તેની પાછળનું કારણ?

  પ્રાપ્ત અહેવાલો મુજબ આ વીડિયો જામકંડોરણા છાત્રાલયનો છે, જેમાં રાદડિયા સાયકલ ચલાવી રહ્યા છે. આ સંસ્થા તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સ્થાપી હતી. જયેશ રાદડિયાના કોઈ ચાહકે આ વીડિયો તૈયાર કર્યો હોય તેવી શક્યતા છે. પટેલ પાવર પાટીદારનું ગીત લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. ટીકટોકનું ઘેલું અગાઉ ગુજરાતની પોલીસને લાગ્યું હતું જોકે, નેતાઓના ટીકટોક વીડિયો પણ વાયરલ થતાં જોયા છે.
  Published by:Jay Mishra
  First published: