હ્યદયસ્પર્શીઃ આફત વચ્ચે આ છે ખરી માનવતા, વેરાવળની બાળકીની તસવીર વાયરલ !

News18 Gujarati
Updated: June 12, 2019, 7:27 PM IST
હ્યદયસ્પર્શીઃ આફત વચ્ચે આ છે ખરી માનવતા, વેરાવળની બાળકીની તસવીર વાયરલ !
હ્યદયસ્પર્શીઃ આફત વચ્ચે આ છે ખરી માનવતા !

ડાભોર બાયપાસ પુલ પાસેની ઝુપડપટ્ટીમાંથી ૩૫ કુટુંબનાં ૨૫૦ લોકોને પ્રાથમિક શાળામાં સલામત રીતે ખસેડાયા

  • Share this:
વેરાવળનાં ડાભોર બાયપાસ દેવકા નદીનાં પુલ પાસે ઝુપડપટ્ટી માંથી લોકોનું સ્થળાંતર કરાયું હતું. ત્યારે ૩ વર્ષની બાળકી કિરણે માનવતાનાં મુલ્યો દર્શાવી બિલાડીના બચ્ચાને ગોદમાં રાખી સારસંભાળ કરી હતી. વાવાઝોડાને પગલે કીરણે તેમનાં પરીવાર સાથે ડાભોર પ્રા.શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે બિલાડીનાં બચ્ચાની પણ ચિંતા કરી માનવતાનું ઉમડું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. રહેણાંક ઝુપડપટ્ટી છોડવાની નોબત આવી હોવા છતા પણ ઝુપડપટ્ટી તો છોડી પણ બિલાડીનાં બચ્ચાનો સાથ ન છોડ્યો.

વાયુ વાવાઝોડાની અસર ગીર-સોમનાથ જિલ્લામાં વળતાઇ રહી છે. વેરાવળ તાલુકામાં ભારે પવન ફુકાવવાથી તેની માનવ જીવન પર અસર પડી છે. ત્યારે વેરાવળ મામલતદાર કચેરીની ટીમ દ્વારા આજે બપોરે ડાભોર બાયપાસ દેવકા નદીનાં પુલ પાસે આવેલ ઝુપડપટ્ટીમાંથી ૩૫ કુટુંબનાં ૨૫૦ લોકોને ડાભોર પ્રા.શાળા ખાતે સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ વાયુ વાવાઝોડાના સંકટ વચ્ચે સહાય માટે હાથવગા રાખો આ નંબર

મામલતદારશ્રી દેવકુમાર આંબલીયાએ વાવાઝોડાને પગલે રાહત કામગીરી હાથ ધરી જણાવ્યું હતું કે, વેરાવળ તાલુકાનાં ૧૭ ગામોમાંથી ૩૯૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં પ્રા.શાળા, સમાજની વાડી અને સામાજીક સંસ્થાઓમાં લોકોને સંપૂર્ણપણે સલામતી સાથે સ્થળાંતર કરાયું છે. ગ્રાસીમ ઇ.લીમીટેડ યુનિટ ઇન્ડીયન રેયોનનાં સહયોગથી ૪૦૦૦ ફ્રુડપેકેટ અને ૪૦૦૦ જેટલા પાણીનાં પાઉચ આપવામાં આવતા સ્થળાંતર સ્થળે લોકોને ફ્રુડપેકેટ આપવામાં આવ્યા છે.

સ્થળાંતર અને ફ્રુડપેકેટ વિતરણ કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ઠક્કર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી ચોપડા, ઇન્ડીયન રેયોનનાં લશ્રેશ ગૈાસ્વામી, તલાટી મંત્રીશ્રી એમ.કે.બામરોટીયા, અગ્રણીય મનસુખ ધારેચા તેમજ સેવાભાવી લોકો જોડાયા હતા.
First published: June 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading