વેરાવળ: ત્રણમાળનું મકાન પત્તાના મહેલની જેમ થયું ધરાશાયી, જુઓ Live Video

વીડિયોમાંથી લીધેલી તસવીરો

ગલીમાં એક પ્રિન્ટીંગ પ્રેસ આવેલું છે. તે આખું મકાન પાડવામાં આવ્યું હતું. આ જગ્યા પર નવા મકાન માટે બાંધકામ ચાલી રહ્યું હતુ. જે માટે 10થી 15 ફૂટનો ખાડો પાડ્યો હતો.

 • Share this:
  સોમનાથ: વેરાવળમાં ધાણીશેરીમાં રવિવારે ત્રણ માળનું મકાન (house collapse) ધરાશાયી થયું છે. જેનો લાઇવ વીડિયો (live Video) ઘણો જ વાયરલ (viral video) થઇ રહ્યો છે. શહેરનાં જુની સેલટેકસવાળી ગલીમાં મંજુરી વગર જેસીબીથી 10થી 15 ફુટનો ખાડો ખોદેલો હતો. માનવામાં આવી રહ્યું છે કે, તેની બાજુમાં ત્રણ માળનું બિલ્ડીંગ પહેલા નમી ગયું હતું. જેથી 12 સભ્યો સતર્કતા રાખીને બહાર નિકળી ગયા હતા.

  મકાન નમી જતા કરી હતી પોલીસમાં અરજી 

  તેઓએ આ અંગેની પોલીસમાં અરજી પણ આપી હતી. આ મકાન રવિવારે બપોરે 4 વાગ્યાની આસપાસ ધડાકા ભેર તૂટી પડ્યું હતું. આ મકાન ધરાશાયી થતા તમામ માલસામાન દટાઇ ગયો છે. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

  મકાન પાસે ઊંડો ખાડો ખોદાતા મકાન નમી ગયું હતું

  આ અંગેની મળતી માહિતી પ્રમાણે, ધાણીશેરી ગલીમાં એક પ્રિન્ટીંગ પ્રેસ આવેલું છે. તે આખું મકાન પાડવામાં આવ્યું હતું. આ મકાનનું નવા મકાન માટે બાંધકામ ચાલી રહ્યું હતુ. જેથી અહીં 10થી 15 ફૂટનો ખાડો ખોદ્યો હતો. આની બાજુમાં રહેતા બાબુભાઇ ભીખાભાઇ માલમડી, વિજયભાઇ માલમડી બન્ને પરિવારોએ ત્રણ માળના મકાનમાં રહેતા હતા.  તેમનું મકાન 17મી તારીખનાં રોજ નમી ગયું હતું. તેથી તેમણે આ અંગે પોલીસમાં અરજી પણ કરી હતી. જોકે, મકાન નમી પડતા ઘરનાં તમામ સભ્યો ઘરની બહાર આવી ગયા હતા. અને બીજા દિવસે 18મી તારીખે બપોરે આ મકાન ધરાશાયી થયું હતું.

  વીજપુરવઢો ખોરવાયો હતો

  આ મકાન ધરાશાયી થતાં ત્યાંનો આખી ગલીમાં વીજપુરવઢો ખોરવાયો હતો. ફાયરનાં જવાનોએ પોતાની કામગીરી તરત જ ચાલુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મકાનનો બાકીનો ભાગ પાડીને કાટમાળ ઉપાડવાની કામગીરી કરવામાં આવશે.

  આ સમાચાર વાયુવેગે પ્રસરતા અનેક લોકો આ દૂર્ઘટના જોવા માટે આવ્યા હતા. હાલ આ ત્રણમાળનું મકાન ધરાશાયી થયાનો લાઇવ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published: