મેહુલ માળી, કચ્છઃ રાપરના ગેડી ગામે તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોનાં મોત નીપજ્યું છે. ત્રણેય બાળકો એક જ પરિવારના હોવાનું સામે આવતા ચકચાર મચ્યો છે. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકત્રીત થયા હતા તથા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાપર તાલુકાના ગેડી ગામે તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકો ડૂબ્યા હતા, ત્રણેય બાળકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બાળકો તળાવમાં નાહવા માટે પડ્યા હતા આ દરમિયાન આ દૂર્ઘટના બની હતી. રાપર પોલીસે વિગતો નોંધી તપાસ હાથ ધરી છે. તો ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર