રાજકોટમાં નાળામાં ત્રણ બાળકો ડૂબી જતાં મોત, પરિવારમાં માતમ

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટના પાળ ગામ નજીક એક નાળામાં ત્રણ બાળકો ડૂબી જતાં મોત નીપજ્યા છે. મૃતક બાળકોની ઉંમર 10થી 12 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો છે અને તપાસ હાથ ધરી છે.

  નાળામાં ડૂબી જવાની જાણ થતાં જ બાળકોના પરિવારજનો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે વાલસોયા બાળકોના મોતથી પરિવારમાં માતમની સ્થિતિ સર્જાઇ છે.

  તો ભાવનગરનાં ભગુડા ગામે તળાવમાં પાણી ભરવા ગયેલી બે પિતરાઇ બહેનનાં ડૂબી જવાથી મોત થયુ છે. ઘટનાની વિગત અનુસાર બાબુભાઇ પાતાભાઇ કોમળીયાની દિકરી કવિતા (ઉંમર-13) અને તેઓનાં પિતરાઇ ભાઇ ભીખુભાઇ પાતાભાઇ કોમળીયાની દિકરી આશા (ઉંમર-12) બન્ને તળવામાં પાણી ભરવા ગઈ હતી. જે દરમિયાન પાણીમાં ડૂબી જવાથી બંને બહેનોનાં મોત નિપજ્યા છે.
  Published by:Sanjay Vaghela
  First published: