ચૂંટણી પહેલા ખેડૂતોમાં આક્રોશ, રાજ્યમાં ધરતીના તાત પર લાઠીચાર્જ

News18 Gujarati
Updated: April 1, 2019, 5:14 PM IST
ચૂંટણી પહેલા ખેડૂતોમાં આક્રોશ, રાજ્યમાં ધરતીના તાત પર લાઠીચાર્જ
વિરોધ કરી રહેલા ખેડૂતો

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ ચૂંટણી આવી ગઇ છે. વિવિધ પાર્ટી મસ મોટા વાયદાઓ કરી રહી છે. કોઇ ગરીબી હટાવવાની વાત કરે છે તો કોઇ વિકાસની, તમામ પક્ષો ચૂંટણી ટાણે ખેડૂતો મુદ્દે મોટી મોટી વાતો કરે છે. પરંતુ વરવી વાસ્તવિક્તા જૂદી જ છે. ચૂંટણી ટાણે યાદ આવતા ધરતીનાતાત પર ચૂંટણી ટાણે જ ગુજરાતમાં લાઠી વરસાવવામાં આવી રહી છે.

રાજકોટના પડધરી મામલતદાર ઓફિસે એક હજારથી વધુ ખેડૂતો એકત્રિત થઇ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. પડધરી, ધોરાજી અને ઉપલેટાના ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓને પાક વિમો મળ્યો નથી. સાથે જ ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી કે જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કોઇપણ રાજકીય પાર્ટીને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

અહીં ક્લિક કરી વાંચોઃ PANને આધાર સાથે જોડવાની સમય સીમા વધારવામાં આવી, જાણો છેલ્લી તારીખ

બનાસકાંઠામાં ધાનેરા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે રાયડો આપવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. જો કે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખીરીદીનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ થયું ન હતું જેના કારણે કલાકો સુધી ખેડૂતોને બેસી રહેવું પડ્યું છે. અંતે ખેડૂતોની ધીરજ ખૂટી અને તેઓએ પોતાનો રોષ પ્રગટ કર્યો, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં પોલીસને બોલાવી ખેડૂતોને હટાવવાનો પ્રયાસ કરાયો, આ દરમિયાન પોલીસે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, લાઠીચાર્જ બાદ ખેડૂતોનો રોષ વધુ ઉગ્ર બન્યો.

એક તો પોતાનો માલ લઇને કલાકો સુધી રાહ જોયા બાદ પણ પાક વેંચાયો નહીં ઉલટાનું પોલીસની લાઠી ખાવાનો વારો આવ્યો. અંતે ખેડૂતોને થયું કે બહેરી સરકાર સુધી તો અવાજ પહોંચશે નહીં આથી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી વિરોધ કર્યો હતો.
First published: April 1, 2019, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading