Diwali2019માં ફરવા માટે ગુજરાતમાં ક્યાં જશો? આ રહી જગ્યાઓ

Diwali2019માં ફરવા માટે ગુજરાતમાં ક્યાં જશો? આ રહી જગ્યાઓ
પ્રતિકાત્મક તસવીર

21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધી ગુજરાતના માધવપૂર, માંડવી અને તિથલ ખાતે બીચ ફેસ્ટિવલની શરુઆત થઈ ગઈ છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્રારા બીચ ટુરિઝમને વિકસાવવા માટે અનોખો પ્રયાસ

 • Share this:
  દીપિકા ખુમાણ, અમદાવાદઃ ગુજરાત પ્રવાસન વિભાગ (Gujarat Tourism Department) દ્વારા તારીખ 21 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી માધવપુર, માંડવી (કચ્છ) (Kutch)અને તીથલ ખાતે ‘બીચ ફેસ્ટીવલ – 2019’નું (Beach Festival - 2019) આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટીવલને 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:30 કલાકે પ્રવાસીઓ માટે ત્રણેય સ્થળો ખાતે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

  માધવપુર ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, માંડવી (કચ્છ) ખાતે રાજ્ય પ્રવાસન મંત્રી વાસણભાઈ આહિર અને તીથલ ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી રમણભાઈ પાટકર બીચ ફેસ્ટીવલને ખુલ્લો મુક્યો હતો. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના દરિયા કિનારે (Gujarat sea cost) રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે.  બીચ ફેસ્ટિવલ 2019 કેવી હશે સુવિધાઓ ?
  ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ આસપાસનાં સ્થળોને સાથે રાખીને સર્કિટ બનાવી પોતાના પ્રવાસ પેકેજ બનાવી શકશે. બીચ ફેસ્ટિવલમાં આવનારા પ્રવાસીઓ માધવપુરની આસપાસ સોમનાથ મંદિર, પોરબંદર ખાતે કીર્તિ મંદિર સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે છે.

  આ પણ વાંચોઃ-Dhanteras 2019: આવી રીતે ખરીદો સસ્તામાં સોનાનો સિક્કો, ગીઝર, મિક્સર

  જ્યારે માંડવી બીચની મુલાકાત લેનારા પ્રવાસીઓને તેની કચ્છનાં ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. એ જ રીતે તીથલની આસપાસ દમણ, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સહેલાણીઓ મજા માણી શકશે.

  આ પણ વાંચોઃ-મમ્મી સોની રાઝદાનને બર્થડે વિશ કરવા માટે આલિયા ભટ્ટે શૅર કર્યો અદભૂત ફોટો

  રાજ્ય સરકાર બીચ ફેસ્ટિવલને પ્રાધાન્ય
  રાજ્ય સરકાર મેળાઓ અને ઉત્સવોની ઉજવણીને પ્રોત્સાહન આપી રહી છે, અને તેના ભાગરૂપે કચ્છમાં યોજાતા રણોત્સવ, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, પોલો ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને આકર્ષે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં પણ ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.બીચ ફેસ્ટિવલમાં સહેલાણીઓ ખરા અર્થમાં આનંદ મેળવી શકે તે માટે દિવસ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચોઃ-કાળીચૌદસઃ ભૂતોના અસ્તિત્વને સાબિત કરનારને મળશે રૂ.50,000નું ઇનામ

  અહીં તમે કરી શકો છો એડવેન્ચર એક્ટિવીટી (Adventure activity)
  બીચ ફેસ્ટિવલમાં જુદી-જુદી ગેમ જેવી કે ડાન્સ સ્પર્ધા, ગરબા સ્પર્ધા, અંતાક્ષરી, ચિત્રસ્પર્ધા, ક્વિઝ, ક્લેમોડલિંગ, બાળકોની રમતો વિગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પ્રવાસીઓ સાહસિક પ્રવૃત્તિઓની મજા માણી શકે તે માટે બીચ સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવી કે વોલીબોલ, રોપ ક્લાઈમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, ઝોરબિંગ, દોરડા ખેંચ, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, કેમલ રાઇડિંગ અને હોર્સ રાઇડિંગ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

  પ્રવાસીઓ દરિયાકિનારે મનગમતા ફોટો પાડી શકે તે માટે ફોટો કોર્નરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકોને રોજગારી મળે તે ઉદ્દેશથી હેન્ડિક્રાફ્ટ સ્ટોલ પમ ખોલવામાં આવશે અને પ્રવાસીઓ સ્થાનિક વ્યંજનોનો આનંદ માણી શકે તે હેતુથી ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.બીચ ફેસ્ટિવલના ઉદ્દઘાટન કાર્યક્રમમાં રાજ્યના સાંસદસભ્યઓ, ધારાસભ્યોઓ તથા અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  First published:October 25, 2019, 17:14 pm

  ટૉપ ન્યૂઝ