Home /News /gujarat /કચ્છ: માનવ કલ્યાણ માટે જીવનભર સાંકળથી બંધાયેલા રહેશે સંત

કચ્છ: માનવ કલ્યાણ માટે જીવનભર સાંકળથી બંધાયેલા રહેશે સંત

X
સાંકળથી

સાંકળથી બંધાયેલા સંત

Kutch News - વિશ્વમાં માનવીઓનું કલ્યાણ થાય તે માટે છેલ્લા બે મહિનાથી આ સંત સાંકળથી બંધાયેલા છે અને આજીવન આ અવસ્થામાં જ પોતાનું જીવન નિર્વાહ કરશે

Kutch News : કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર જે પોતે ત્યાગ આપી અન્ય માટે સુખ ઈચ્છે તેને જ સાચો સંત (Saints of India) કહેવાય છે. ત્યારે કચ્છના એક સંતે (Kutch Saints) પોતાના શરીરને કષ્ટ આપી માનવ કલ્યાણ (Human Welfare) માટે તપ શરૂ કર્યું છે. ભુજમાં એક નાનકડા મંદિરમાં છેલ્લા થોડા વર્ષોથી સ્થાયી થયેલા એક સંતે પોતાના શરીર પર સાંકળ બાંધી (Saint wrapped in chains) કાલભૈરવને (Kaalbhairav) પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેમના ભક્તો અને અન્ય લોકોને સુખ પ્રાપ્ત થાય.

ભુજના કેમ્પ એરિયા વિસ્તારમાં આવેલા સાંઈ બાબા મંદિરના પ્રાંગણમાં મહા કાલભૈરવનું એક મંદિર પણ આવેલું છે. આ કાલભૈરવ મંદિરની સ્થાપના કરનાર સંત દિનેશગીરીજી દ્વારા છેલ્લા બે મહિનાથી હાથ પગમાં લોખંડની સાંકળ બાંધી ભગવાનને જાગૃત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી આ મહાત્માને પોતાના શરીરનું ત્યાગ આપી માનવ સૃષ્ટિ માટે સુખ માંગવાનો સંકલ્પ લેવું હતું ત્યારે ગત જાન્યુઆરી મહિનામાં તેમણે પોતાના શરીર પર સાંકળ બાંધી આ સંકલ્પ ધારણ કર્યો હતો.

આ પણ વાંચો - એક પરિવાર રહસ્યમય રીતે ગુમ, ઘરમાંથી મળ્યા તુંટેલા સિમકાર્ડ, જુઓ Video

સંત દિનેશગીરી માને છે કે એક સંત જ પોતાના શરીરને કષ્ટ આપી અન્ય માટે સુખ ઈચ્છી શકે અને માનવ સૃષ્ટિનું કલ્યાણ થાય તે માટે તેમણે પોતાના શરીર પર 3.25 કિલોગ્રામ વજન ધરાવતી લોખંડની સાંકળ વડે પોતાના હાથપગ બાંધી રાખ્યા છે. News18 સાથે ખાસ વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે તેમણે ભારતમાં અનેક જગ્યાઓનું ભ્રમણ કર્યું પણ તેમને ક્યાંય ભગવાન સાક્ષાત્કાર થયા નહીં. ભુજના મંદિરો પહોંચ્યા બાદ તેમને અહેસાસ થયું કે આ સ્થળે તેમને ભગવાનના દર્શન થઈ શકશે.

પણ ભગવાનના દર્શન કરવા કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવું માની તેમણે પોતાના હાથ પગને આજીવન લોખંડની સાંકળ વડે બાંધવાનું સંકલ્પ લીધું હતું. તો સાથે જ તેમનું માનવું છે કે આ પ્રકારના તપથી તેમના ભક્તો અને અન્ય માનવીઓનું પણ કલ્યાણ થશે. બીજી તરફ સંતની ઈચ્છા છે કે કાલભૈરવના મંદિરની બાજુમાં જ તેમને સાંકળ સાથે જ સમાધિ આપવામાં આવે.
First published:

Tags: Kutch, Kutch district