Home /News /gujarat /

તળાજામાં પુત્રને સાંપ કરડતા ડોક્ટરને બદલે ભુવા પાસે લઇ ગયા, મોત

તળાજામાં પુત્રને સાંપ કરડતા ડોક્ટરને બદલે ભુવા પાસે લઇ ગયા, મોત

પ્રતિકાત્મક તસવીર

રોનકને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોત તો કદાચ તેનો જીવ બચાવી શકાયો હતો. પરંતુ અંધશ્રદ્ધાને કારણે એક પરિવારે પોતાનો વ્હાલસોયો ગુમાવ્યો.

    આજના ટેક્નોલોજી અને ઇન્ટરનેટના યુગમાં પણ અંધશ્રદ્ધાનું પ્રભુત્વ જોવા મળે છે. આજે ડોક્ટરને ભગવાનની સમકક્ષ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો ડોક્ટરના બદલે અંધશ્રદ્ધામાં વધુ વિશ્વાસ કરી રહ્યાં છે, પરિણામ સ્વરૂપ તેઓ મોટું નુકશાન વેઠી રહ્યાં છે. આવી જ એક ઘટના ગુજરાતના તળાજામાં સામે આવી છે.

    તળાજાના દિહોર ગામે એક દેવીપુજક પરિવારે પોતાના ચાર વર્ષના બાળકને સાપ કરડતા ભુવા પાસે લઇ ગયા, જો કે બાદમાં માસુમનું મૃત્યુ થઇ ગયું. જો આ પરિવાર બાળકને ડોક્ટર પાસે લઇ ગયા હોત તો કદાચ બાળકનો જીવ બચાવી શકાયો હતો.

    અહીં ક્લિક કરી વાંચોઃ ત્રણ વર્ષમાં સિંહ પાછળ માત્ર 23.17 કરોડ જ અને વાઘ માટે 1010.69 કરોડ ફાળવ્યા!

    દિહોર ગામના મુનભાઈ પરમારનો ચાર વર્ષિય દીકરો રોનક ઘરમાં રમતો હતો. એ સમયે ઝેરીલો નાગ રોનકને કરડી ગયો, રોનકને તેના પરિવારજનો સારવાર માટે હોસ્પિટલ લાવવાને બદલે ભુવા પાસે લઈ ગયા, જો કે તે દરમિયાન હાલત વધુ ખરાબ થતા તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. અહીં ફરજ પરના ડૉક્ટરે રોનકને મૃત જાહેર કર્યો.

    ઘટના બાદ સવાલ થાય છે કે જ રોનકને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોત તો કદાચ તેનો જીવ બચાવી શકાયો હતો. પરંતુ અંધશ્રદ્ધાને કારણે એક પરિવારે પોતાનો વ્હાલસોયો ગુમાવવાનો વારો આવ્યો છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Bhuwa, Serpent, Taken, ડોક્ટર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन