Home /News /gujarat /

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી ઘટી, જાણો મહત્વપૂર્ણ કારણો

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી ઘટી, જાણો મહત્વપૂર્ણ કારણો

ગુજરાતમાં પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થયુ છે અને વર્ષ 2012ની સરખામણીએ વર્ષ 2017ના પ્રથમ તબક્કામાં મતદાન આશ્ચર્યજનક રીતે ઘટ્યુ છે. પ્રખર સમાજ શાસ્ત્રી અને રાજકીય વિશ્લેષકો માને છે કે, પ્રચારમાં લોકોના મૂળ પ્રશ્નો ભૂલાયા છે અને પ્રચારમાં વપરાતી ભાષાથી મતદાતા નારાજ હોવાનુ લાગી રહ્યુ છે, જેના લીધે, પ્રથમ ચરણના મતદાનની ટકાવારી ઘટી છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વર્ષ 2012ની સરખામણીએ મતદાન આશ્ચર્યજનક રીતે ઘટાડો નોંધાયો છે. ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક ગૌરાંગ જાનીનુ માનવુ છે કે, મતદાન ઘટવા પાછળના અનેક કારણો છે. જેમાં લગ્ન ગાળો, રાજકીય પક્ષોની પ્રચારની રીત કદાચ મતદાતાને પસંદ આવતી નથી, યુવા મતદાતાઓને રાજકારણમાં વિશ્વાસ ઉઠી રહ્યો છે અને લોકોને મૂળ પ્રશ્નોને ભૂલીને રાજકીય પક્ષો પ્રચાર પથ પરથી હટી રહ્યા છે.લજેના લીધે, મતદાન ઘટ્યુ છે, જે શાસક પક્ષ માટે ચિંતા પેદા કરનારૂ પરિબળ છે.

જાણીતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ભાર્ગવ પરીખનુ માનવુ છે કે, જ્યારે મતદાન વધે ત્યારે શાસક પક્ષ માટે ચિંતાજનક હોય છે. જો કે, વર્ષ 2012માં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. તેમ છતાંય, શાસક પક્ષ સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. વર્ષ 2017માં પ્રથમ ચરણમાં મતદાન ઘટવા પાછળના અનેક કારણો છે, જેમાં શાસન વિરોધી જુવાળ છે, પ્રચાર વપરાતી ભાષાથી મતદાતા નારાજ નજરે પડ્યો છે.

ગુજરાતમાં વર્ષ 2017ની ચૂંટણીમાં પ્રથમ ચરણમાં 2 કરોડ અને 11 જેટલા મતદાતાઓ હતા. ચૂંટણી પંચ દ્વારા 12 ટકા મતમથકો વધુ બનાવ્યા હતા અને મતદાતાઓને મતદાન કરવા માટે ભારે પ્રચાર પણ કર્યો હતો. જો કે, પ્રથમ ચરણમાં વર્ષ 2012ની સરખામણી મતદાન ઘટ્યુ છે. તેની પાછળ રાજકીય વિશ્લેષકો માને છે કે, સ્થાનિક પ્રશ્નો ભૂલાયા છે અને પ્રચારની રીતમાં વપરાતા શબ્દો કદાચ મતદાતાઓને પસંદ પડ્યા નથી. જેથી તેઓ મતમથક પર આવ્યા નથી.
First published:

Tags: Assembly election 2017, BJP Vs Congress, Gujarat Election 2017

આગામી સમાચાર