Home /News /gujarat /

આ VVIP નેતાઓનું ભાવિ આજે EVMમાં થયું કેદ? કઈ બેઠક પર રોમાંચક જંગ

આ VVIP નેતાઓનું ભાવિ આજે EVMમાં થયું કેદ? કઈ બેઠક પર રોમાંચક જંગ

હાઈપ્રોફાઈલ બેઠકોને કારણે જ પહેલા તબક્કાનો મુકાબલો રસપ્રદ બન્યો હતો...

હાઈપ્રોફાઈલ બેઠકોને કારણે જ પહેલા તબક્કાનો મુકાબલો રસપ્રદ બન્યો હતો...

પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ સાથે જ 977 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચુક્યુ છે. તો પહેલા તબક્કામાં સીએમ રૂપાણી સહિત અનેક દિગ્ગજોનું ભાવિ પણ મતદારોએ ઈવીએમમાં સીલ કરી દીધું છે.

પહેલા તબક્કાની 89 વિધાનસભા બેઠકો માટે મતદાતાઓ પોતાનો મત નાખી ચૂક્યા છે. સાથે જ ગુજરાતના મુખ્યપ્રધાન સહિત કેટલાક દિગ્ગજોની હાર જીતનો ફેંસલો પણ ઈવીએમમાં ફિક્સ થઈ ચૂક્યો છે. પહેલા તબક્કામાં લગભગ એક ડઝન એવી બેઠકો હતી. જેના પર અનેક દિગ્ગજ ઉમેદવારો લડી રહ્યા હતા. આ હાઈપ્રોફાઈલ બેઠકોને કારણે જ પહેલા તબક્કાનો મુકાબલો રસપ્રદ બન્યો હતો.

જ્યારે મતદાન સમાપ્ત થઈ ચૂક્યુ છે. ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી સીએમ વિજય રૂપાણી અને ઈન્દ્રનીલ રાજ્ય ગુરુ, પોરબંદર બેઠક પરથી બાબુ બોખિરીયા, અર્જુન મોઢવાડિયા, ભાવનગર પશ્ચિમ બેઠક પરથી જીતુ વાઘાણી અને દિલીપસિંહ, જામનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના પૂર્વ પ્રમુખ આર સી ફળદુ અને અશોક લાલ, માંડવી બેઠક પરથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા, ધોરાજી બેઠક પરથી કોંગ્રેસના લલિત વસોયા સામે હરિભાઈ પટેલ, લિંબાયત બેઠક પરથી સંગીતા પાટિલ અને કોંગ્રેસના રવિન્દ્ર પાટિલ, તો મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી, કોંગ્રેસના અશોક કોઠારી, વરાછા બેઠક પરથી કુમાર કાનાણી અને ધીરુ ગજેરાના ભાગ્યનો ફેંસલો હવે 18મીએ મતપેટી ખુલશે ત્યારે જ થશે.

ગુજરાતની જનતાની સાથે જ આ તમામ નેતાઓની નજર પણ હવે પરિણામ પર છે. મતદારોએ કોને પોતાનો કિમતી મત આપ્યો છે.. અને કોને તેઓ પોતાના નેતા તરીકે ઈચ્છી રહ્યા છે. એ વાત હવે 18 ડિસેમ્બરે જ જાહેર થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં એક ડઝનથી પણ વધુ બેઠકો એવી છે. જેના પર સૌની નજર મંડાયેલી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠક, ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની ભાવનગર પશ્ચિમ બેઠક, કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાની પોરબંદર, શક્તિસિંહ ગોહિલની માંડવી સહિતની બેઠકો પરનો જંગ ઘણો રોમાંચક બન્યો છે.

રાજકોટ પશ્ચિમ
રૂપાણી V/S રાજ્યગુરુ

રાજકોટ પશ્ચિમથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી મેદાને છે.. અને તેમની સામે ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે. 145 કરોડની સંપત્તિ સાથે રાજ્યગુરુ આ ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર છે.. તો આ વિધાનસભા વિસ્તારમાં પાટીદાર, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારોની સંખ્યા સારી એવી હોવાથી કોંગ્રેસ અત્યંત ઉત્સાહમાં છે.

પોરબંદર
બોખીરિયા V/S મોઢવાડિયા

પોરબંદરથી રૂપાણી કેબિનેટના સદસ્ય બાબુ બોખીરિયા ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના દિગ્ગજ અર્જુન મોઢવાડિયા મેદાને છે. જે ગત ચૂંટણીમાં બોખીરિયા સામે હારી ગયા હતા.. 50 કરોડની લાઈમ સ્ટોન ચોરી મામલે બોખીરિયાને ત્રણ વર્ષની સજા પણ સંભળાવાઈ હતી..જેના પર હાઈકોર્ટે રોક લગાવી છે.

ભાવનગર પશ્ચિમ
જીતુ વાઘાણી V/S દિલીપસિંહ

ભાવનગર પશ્ચિમથી ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને કોંગ્રેસના દિલીપસિંહ વચ્ચે ટક્કર છે. શરૂઆતમાં કારડિયા રાજપૂત સમાજના વિરોધને પગલે જીતુ વાઘાણીની આ બેઠક પર દાવેદારીને આકરો પડકાર મનાઈ રહી હતી.

જામનગર દક્ષિણ
આર.સી.ફળદુ V/S અશોક લાલ

જામનગરની ત્રણે બેઠકો પર રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થયેલા નેતાઓને ભાજપે મેદાને ઉતાર્યા છે.. તો કોંગ્રેસે પણ તેમની સામે દમદાર ઉમેદવારો ઉતાર્યા છે.. પક્ષપલટાને લઈ આ ઉમેદવારોની છબિ પર ખાસ્સી અસર પડી છે.. જામનગર દક્ષિણથી પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેનના અંગત મનાતા વસુબેન ત્રિવેદીની ટિકિટ કાપીને ભાજપના પૂર્વ અધ્યક્ષ આર.સી.ફળદુ મેદાને ઉતારાયા છે.. તો ફળદુની સામે કોંગ્રેસે અશોક લાલને મેદાને ઉતાર્યા છે..

માંડવી
વિરેન્દ્રસિંહ જાડેજા V/S શક્તિસિંહ ગોહિલ

માંડવીથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ દિગ્ગજ વકીલ શક્તિસિંહ ગોહિલ ચૂંટણી લડી રહ્યા છે. ગત પેટાચૂંટણીમાં અબડાસાથી તેઓ ધારાસભ્ય ચૂંટાયા હતા. જોકે આ વખતે તેમણે બેઠક બદલી છે. ભાજપે શક્તિસિંહની સામે વિરેન્દ્રસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે.

ધોરાજી
હરિભાઈ પટેલ V/S લલિત વસોયા

ધોરાજીથી પાટીદાર નેતા હાર્દિક પટેલના સાથી લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર છે..આ બેઠક ભાજપ સાંસદ તેમજ દબંગ નેતા વિઠ્ઠલ રાદડિયાના દબદબાવાળી બેઠક છે.. તેના પર વસોયાની જીત રાજકીય સમીકરણો બદલી શકે છે.. વસોયા સામે ભાજપના હરિભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે..

લિંબાયત
હરિભાઈ પટેલ V/S લલિત વસોયા
સંગીતા પાટીલ V/S રવિન્દ્ર પાટીલ
હર્ષ સંઘવી V/S અશોક કોઠારી
કુમાર કાનાણી V/S ધીરુ ગજેરા

સુરતની અનેક બેઠકો ચર્ચામાં છે. લિંબાયતતી ભાજપના ધારાસભ્ય સંગાતી પાટીલે ઝાંસીની રાણીના વેશમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું હવે તે ઉર્દુ પત્રને લઈ ચર્ચામાં છે..તો કોંગ્રેસે રવિન્દ્ર પાટીલને મેદાને ઉતાર્યા છે.

મજૂરા
હર્ષ સંઘવી V/S અશોક કોઠારી

મજુરા બેઠક પરથી ભાજપના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી ફરી મેદાને છે. તો સામે કોંગ્રેસે અશોક કોઠારીને ઉતાર્યા છે.

વરાછા
કુમાર કાનાણી V/S ધીરુ ગજેરા
વરાછા બેઠક પર નામાંકન વખતે મોટી રેલી કાઢીને ભાજપ ઉમેદવાર કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા હતા..તો સામે કોંગ્રેસે પ્રફુલ્લ તોગડિયાનો હાર્દિકની ટીમે વિરોધ કરતા ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ધીરુ ગજેરાને મેદાને ઉતાર્યા છે.
First published:

Tags: Assembly Election2017, Gujarat Election 2017, Mandvi, Porbandar, જામનગર, ભાવનગર, રાજકોટ

આગામી સમાચાર