રાજકોટમાં રોગચાળો વકર્યો, તાવ-ઝાડા ઉલટીના કેસમાં વધારો

News18 Gujarati
Updated: August 29, 2019, 8:24 PM IST
રાજકોટમાં રોગચાળો વકર્યો, તાવ-ઝાડા ઉલટીના કેસમાં વધારો
મૃત્યુ પામેલા બંને બાળકોની રાજકોટ સિવિલમાં સારવાર થઈ રહી હતી.

કોંગો ફિવરના શંકાસ્પદ 12 દર્દીઓ હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. તમામ દર્દી ઉત્તરપ્રદેશના રહેવાસી છે. હળવદ પોલિમર્સ યુનિટમાં કામ કરતા 15 વ્યક્તિ શંકાસ્પદ જણાતા 3 દર્દીને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  • Share this:
હરીન માત્રાવાડિયા, રાજકોટઃ શહેરમાં ભારે વરસાદ અને તહેવારોની રજા પૂર્ણ થયા બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેર અને જિલ્લામાં તાવ-ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તો કોંગો જેવી બીમારીએ માથું ઉંચકતા આરોગ્ય તંત્ર સાબદુ બન્યું છે. તો એક 24 વર્ષિય મુસ્લિમ યુવકનું શંકાસ્પદ મોત થયું છે.

સરકારી આંકડા પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં 350થી વધુ દર્દીઓ સરકારી ચોંપડે નોંધાયા છે. તો કોંગો ફિવરના 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જો કે નવાઇની વાત છે કે કોંગો ફિવરના તમામ દર્દીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ભારતીય ટીમના આ બોલરે કર્યા લગ્ન, 3 મેચો માટે થયો હતો સસ્પેન્ડ!

પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગો ફિવરના શંકાસ્પદ 12 દર્દીઓ હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. તમામ દર્દી ઉત્તરપ્રદેશના રહેવાસી છે. હળવદ પોલિમર્સ યુનિટમાં કામ કરતા 15 વ્યક્તિ શંકાસ્પદ જણાતા 3 દર્દીને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં બે કેસ પોઝિટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. બાકીના 12 દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોરબી આરોગ્ય તંત્ર દ્વારા પોલીમર્સ પાસેથી ઇતરડીના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આસપાસમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

તો પીરવાડીમાં રહેતાં હુશેન ઇબ્રાહીમભાઇ જૂણેજા (ઉંમર-24)ને તાવ આવતો હોવાથી 4 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનાં લોહીના નમુના લેતા તેને ડેંગ્યુ થયો હોવાના રિપોર્ટ આવતા તબીબોએ સારવાર શરૂ કરી હતી. 4 દિવસની સારવાર બાદ આજે પરિવારજનો હોસ્પિટલમાંથી રજા લઇ હુશેનને ઘરે લઇને જતાં હતાં. ત્યારે રસ્તામાં ફરીથી તે બેભાન થઇ જતાં પરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરંતુ તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના કહેવા પ્રમાણે હુશેનને ડેંગ્યુની અસર હતી.
First published: August 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading