કચ્છમાં 10 NDRF ટીમો તહેનાત; ઇમરજન્સીમાં આ નંબરો પર ફોન કરો

News18 Gujarati
Updated: June 14, 2019, 10:04 PM IST
કચ્છમાં 10 NDRF ટીમો તહેનાત; ઇમરજન્સીમાં આ નંબરો પર ફોન કરો
સેટેલાઇટ તસવીર

કચ્છમાં વાવાઝોડામાં કંઇ જરૂર પડે તો જિલ્લાનાં ડિઝાસ્ટર કંટ્રોલરૂમ નં. ૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭ અને મોબાઇલ નં.૯૯૧૩૯૧૯૮૭૫ પર સંપર્ક કરવો

  • Share this:
વાયુ વાવાઝોડું ફરી એકવાર ગુજરાત તરફ ફંટાયું હોવાનું હવામાન ખાતાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે વાયુ વાવાઝોડું હવે કચ્છના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. એવામાં તંત્ર દ્વારા કચ્છમાં NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવાની સૂચના આપવામાં આવી છે.

અગાઉ જ્યારે વાયુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકવાનું હતું ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહને કચ્છમાં વાવાઝોડાની કોઇપણ સ્થિતિમાં નાગરિકોની સલામતી માટે સાવચેત રહેવા સાથે તમામ વિભાગોને એકશન મોડમાં રહેવા તાકીદ કરી છે. કચ્છમાં વાવાઝોડા સામે એનડીઆરએફની બે ટીમો પણ તૈનાત કરવા સાથે જિલ્લા કલેકટરના નિર્દેશાનુસાર પ્રાંત કક્ષાએ પણ આજે બેઠક કરીને વિવિધ તંત્રોના વડાઓને ખાસ કરીને બચાવ-રાહતની કામગીરીની આવશ્યકતા ઊભી થાય તો તેને પહોંચી વળવા તમામ તૈયારીઓ સાથે સતર્ક રહેવા નિર્દેશો આપી દેવાયાં છે.

વાવાઝોડાનાં પગલે એનડીઆરએફની બે ટીમો આજે કચ્છ આવી જતાં એક ટીમને અંજાર અને એક ટીમને અબડાસાના કાંઠાળ વિસ્તારમાં રખાશે.

તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ, પોર્ટ, ફીશરીઝ સહિત પોલીસ, નાગરિક સંરક્ષણ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ, નગરપાલિકાઓ, મામલતદારો માર્ગ-મકાન વિભાગ, વન વિભાગ, આરોગ્ય, પાણી પૂરવઠા, પોલીસ સહિતના વિભાગોને સતર્ક રહેવા સાથે જરૂર પડે તમામ પ્રકારે બચાવ-રાહત કામગીરી હાથ ધરવાના નિર્દેશો સાથે આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમને પણ કાર્યરત કરી દેવાયો છે.

વાવાઝોડાની પરિસ્થિતિમાં કંટ્રોલરૂમ સહિત અંગે કચ્છના તમામ ઇમરજન્સી ફોન નંબર જાહેર કરાયાંની વિગતો આપી હતી. જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ નં.૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭ અને મોબાઇલ નં.૯૯૧૩૯૧૯૮૭૫ હોવાનું તેમજ વાવાઝોડા કે ભારે વરસાદ જેવી કોઇપણ આપત્તિની પરિસ્થિતિમાં કલેકટર, ડીડીઓ, જિલ્લાના પોલીસવડાઓ સહિત પ્રાંત અધિકારી, મામલતદારો, ચીફ ઓફિસરો, મત્સ્યોદ્યોગ,ખેતી, પશુપાલન વિભાગોનો પણ સંપર્ક સાધવા જણાવાયું છે.
દરમિયાન જિલ્લાના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કચ્છના કાંઠાળ વિસ્તારના સ્થાનિક લોકો અને માછીમારોને વાવાઝોડા સામે સૂચિત કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેઓને સલામત સ્થળે સ્થળાંતર માટે પણ જણાવી દેવામાં આવ્યું હોવાનું શ્રી ગોહિલે જણાવ્યું હતું. ફીશરીઝ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે જેના નં.૦૨૮૩૨-૨૫૩૭૮૫-૨૫૨૩૪૭-ફેક્ષ-૨૨૪૧૫૦ ઉપરાંત તેનાં ડીઝાસ્ટર કંટ્રોલરૂમના નં.૦૨૮૩૨-૧૦૭૭(ટોલ ફ્રી) ઉપર જરૂર પડે સંપર્ક સાધવા જણાવાયું છે.ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના રીજીયોનલ ફાયર ઓફિસરશ્રી આઇ.વી.ખેરના જણાવ્યા અનુસાર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વાહનો અને સાધનો સાથે ફાયર સ્ટાફ પણ સજ્જ હોવાનું જણાવી તેમના કંટ્રોલરૂમ નં. ૦૨૮૩૬-૨૫૮૧૦૧ ઉપરાંત મોબાઇલ નં.૯૮૭૯૫૧૫૯૬૬ અને ટોલ ફ્રી નં.૧૦૧ હોવાનું વધુમાં જણાવ્યું હતું.

સિવિલ ડીફેન્સના તાલીમ અધિકારી હરેશભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ નં.૦૨૮૩૨-૨૩૦૬૦૪ ચોવીસ કલાક શરૂ કરી દેવામાં આવ્યાં સાથે પ્રશાસનને મદદરૂપ થવા માટે વોર્ડન સર્વિસના સભ્યોને એલર્ટ રહેવા પણ જણાવી દેવામાં આવ્યું હોવાનું અને વોર્ડન સભ્યોની આજે બેઠક યોજાનાર બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
First published: June 11, 2019
વધુ વાંચો
अगली ख़बर