હળવદ તાલુકામાં 55 ગામોના તલાટીઓને ટીડીઓએ નોટીસ ફટકારી, જાણો કેમ

હળવદ તાલુકામાં 55 ગામોના તલાટીઓને ટીડીઓએ નોટીસ ફટકારી, જાણો કેમ
હળવદ તાલુકામાં 55 ગામોના તલાટીઓને ટીડીઓએ નોટીસ ફટકારી, જાણો કેમ

ડુંગરપુર, દેવળીયા, ચાડધ્રા, ઘણાંદ સહિતમાં પંચાયતની વેરા વસુલાત કામગીરી માંડ માંડ 20 ટકા જેટલી જ છે

 • Share this:
  અતુલ જોશી, હળવદ : હળવદ તાલુકાના પંચાયત તલાટીઓ મનમાની કરી ટીડીઓની નોટીસો ઘોળીને પી જતાં હોવાની અનેક ફરીયાદ સરપંચ દ્વારા ઉઠવા પામી હતી. આ સિવાય વિવિધ પંચાયતના તલાટીઓ ગેરહાજર તેમજ અનિયમિત હોવાની રજૂઆત પણ ગ્રામજનો કરતાં હોય છે જેમાં હળવદના વાંકીયા, રણમલપુર, બુટવડા, ટીકર અને સાપકડા ગ્રામ પંચાયતના તલાટીઓ ગેરહાજર રહેતા કારણદર્શક નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે. તો ડુંગરપુર, દેવળીયા, ચાડધ્રા, ઘણાંદ સહિતમાં પંચાયતની વેરા વસુલાત કામગીરી માંડ માંડ 20 ટકા જેટલી જ છે અને તેમાં આખા તાલુકાની પંચાયત વેરા વસુલાત કામગીરી માત્ર 28 ટકા જ છે.

  હળવદ તાલુકાના 71 ગ્રામ પંચાયત તલાટી પૈકી 55 તલાટીઓને 50 ટકાથી ઓછું વેરા વસુલાત થતાં પંચાયત તલાટીઓને જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બરમાં વેરા વસુલાત કરવા માટે નોટીસ આપવામાં આવી છે . જેમાં 5 તલાટીઓ ગેરહાજર રહેતાં તાલુકા વિકાસ અધિકારીએ કારણદર્શક નોટીસ ફટકારી છે.  આ પણ વાંચો - અમદાવાદ : સ્કોર્પિયો કારમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી, પોલીસ પણ ચોંકી ગઇ!

  ગ્રામ પંચાયતના વેરા વસુલાતની વાત કરી તો કુલ 1,87,78,321 રૂપિયા વસુલાત છે જે પૈકી 1,33,59,132 રૂપિયાની વસુલાત બાકી છે. માત્ર 54,19,189 રૂ એટલે કે તાલુકાના ગ્રામ પંચાયતની વેરા વસુલાત 28.66 ટકા જેટલી જ છે. સૌથી વધુ માનસર, મેરૂપર ,સુંદરગઢ , ધુળકોટ, નવા ઘાટીલાની વેરા વસુલાત છે જ્યારે સૌથી ઓછી ડુંગરપુર, ચાડધ્રા, દેવળીયા, ધનાળા, ઘણાંદની કામગીરી છે.

  તાલુકા પંચાયત કચેરી ખાતે રીવ્યૂ બેઠકમાં વાંકીયા, રણમલપુર, બુટવડા, ટીકર અને સાપકડા ગ્રામ પંચાયતના તલાટીઓ ગેરહાજર રહેતા કારણદર્શક નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published:November 25, 2020, 18:32 pm