Home /News /gujarat /

જેતપુર નેશનલ હાઈવે પર ટેન્કર અને ટ્રક અથડાતા યુવાનનું મોત, જુઓ અકસ્માતનો કંપાવી નાંખતો CCTV વીડિયો

જેતપુર નેશનલ હાઈવે પર ટેન્કર અને ટ્રક અથડાતા યુવાનનું મોત, જુઓ અકસ્માતનો કંપાવી નાંખતો CCTV વીડિયો

અકસમાતનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.

Jetpur News: અકસ્માતની આ ગોઝારી ઘટના સીસીટીવીમાં (Accident CCTV) કેદ થઇ ગઇ છે.

    રાજકોટ: જેતપુરના ધોરાજી રોડ નેશનલ હાઈવે (Jetpur Dhoraji national highway) પર પેઢલા ચોકડી પાસે બાઇક અને ટેન્કર વચ્ચે (bike tanker accident) ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા ટેન્કરે પેઢલા ગામના મોટર સાયકલ સવાર યુવાનને હડફેટે લેતાં યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ટેન્કર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી નાશી ગયો હતો. અકસ્માતની આ ગોઝારી ઘટના સીસીટીવીમાં (Accident CCTV) કેદ થઇ ગઇ છે.

    આ અકસ્માતમાં પેઢલા ગામનો 28 વર્ષનો યુવાન હિતેશ રવજીભાઈ મકવાણા મોટર સાયકલ લઈને વાડીએ જતો હતો. ત્યારે ગામમાંથી હાઈવે પર ચોકડી ક્રોસિંગ કરતી વખતે ધોરાજી બાજુથી આવતું જીજે 12 - બીવી - 9489 નંબરના ટેન્કરના ચાલકે તેને અડફેટે લીધો હતો. હિતેશ ટેન્કર હેઠળ આવી જતા ટેન્કરે ચાલકે બ્રેક મારતા 50 ફૂટ જેટલો ઢસડાયો હતો. જે બાદ ચાલકે ટેન્કર ઉભું રાખ્યુ હતુ અને તે નીચે ઉતરી ભાગી ગયો હતો.

    જે બાદ મૃતક યુવાનને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. મૃતકના નાનાભાઈ પરસોતમભાઈએ ટેન્કર ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. જે બાદ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો - પોરબંદર: કૂવામાંથી 24 વર્ષની માતા સાથે દીકરા-દીકરીના મૃતદેહ મળ્યા, આપઘાતની આશંકા

    અકસ્માત ઝોન તરીકે ઓળખાતા પેઢલા ચોકડી વિશે ગામના લોકોએ જણાવ્યું હતું કે, અહીં રોડ પર ટોલનાકા ઓથોરિટી દ્વારા ત્રણ દિવસથી રોડ પર કામ ચાલુ કર્યા વગર આડશ ઉભી કરી છે જેને કારણે પણ અકસ્માત સર્જાય છે.



    થોડા દિવસ પહેલા જેતપુરમાં એક અકસ્માત સર્જાયો હતો જેમા પણ એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ. વંથલી કેશોદ રોડ પર એસટી બસના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર મહિલાનું મોત થયું હતું. જયારે તેના પતિને ઇજા થતાં જૂનાગઢ સારવારમાં ખસેડાયા હતા. આ અકસ્માત બાદ એસટી બસનો ચાલક નાસી ગયો હતો. એ જ રીતે જેતપુર નજીક એક દંપતી ટ્રકની હડફેટે ચડી જતાં પત્નીનું કરુણ મોત નિપજ્યું હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CCTV footage, અકસ્માત, ગુજરાત, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन